અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

વાહગુજરાત

૧૯૯૮, માં મે કોમ્‍પ્‍યુટરની ખરીદી કરી તેમા એકાઉન્‍ટ સોફટવેર લોડ કરી અને અમારો વેપાર કોમ્‍પ્યુટરાઇઝડ કર્યો અને આજ મારી કોમ્‍પ્યુટર ક્ષેત્રે કારકીર્દીની શરૂઆત થઇ અને દિનપ્રતિદિન કોમ્‍પ્‍યુટર સાથેનો મારો લગાવ અને પ્રેમ વધતો રહયો અને વર્ષ ર૦૦૦માં વિશ્ર્વભરમા વાતો ચાલી Y2K ની અને આ Y2K પ્રોબ્‍લેમ્‍સ વિશે મે ખુબ તપાસ કરી વાંચન કર્યુ અને અધ્‍યયન કર્યુ અને તે કારણે મને જાણવા મળી કોમ્‍પ્યુટરની સાથે ઇન્‍ટરનેટની સાચી તાકાત અને મે “ઇન્‍ટરનેટ” પર નવા વિચારની શરૂઆત કરી અને આમ ઇન્‍ટરનેટ પર પ્રથમ પગ માંડવા માટેનો નીષ્‍ફળ પ્રયાસ શરૂ થયો.

૨૦૦૧, ૨૧મી સદીની વાતો, સમાચારો અને ચર્ચા પુર જોશમાં શરૂ હતી ૨૧મી સદીમાં ટેકનોલોજી ખીલશે, આમ થસે, તેમ થસે, અને આમ ૨૧મી સદી વિષેના લોકો ના લગાવથી મને વિચાર આવ્‍યો કે શુ વીસમી સદી લોકો ભુલી જશે ? વેપારીના દીકરાને વેપારથી વધારે શુ વિચાર આવે, અને એક ડેવલોપરની મદદ લઇ સૌ પ્રથમ વેબસાઇટ http://www.2000bazar.com નો જન્‍મ થયો અને તેમા વિસમી સદીના વેપારની વાતો, રજુઆતો, માહિતી મુકવાની શરૂઆત થઇ સતત એકવર્ષ સતત હાડમારી, મુશ્‍કેલીઓ અને અણ આવડતથી આ પ્રયાસ સદંતર નીષ્‍ફળ થયો.

૨૦૦૨, એક સવારે અભીયાન મેગેઝીન વાંચતો હતો તેમા લેખ આવ્‍યો કે ઇન્‍ટરનેટ પર ગુજરાતી ભાષામાં માહિતી ઓછી છે, બસ આ લેખે મને નિષ્‍ફળતા માંથી બહાર આવવા મારામા એક નવો સંચય કર્યો અને મે શરૂઆત કરી ”ગુજરાતી ભાષામાં ગુજરાત રાજયની વેબસાઇટ બનાવવાની” અને એક વર્ષની મહેનત થી સૌ પ્રથમ ગુજરાતી ભાષામાં ઇમેજ બેઇઝ વેબસાઇટ http://www.yahoogujarat.com ની શરૂઆત કરી. ઇમેજ રૂપે ગુજરાત રાજયની માહિતી પ૦૦૦ પેઇઝમાં બનાવી અને આ સફળતામાં માનનીય મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદી નો સંગાથ મળ્યો અને તેઓએ મારી વેબસાઇટનું ઉદઘાટન કરવાની હા પાડી. અને તેઓની હા થી અને મને વિચાર આવ્‍યો કે મુખ્‍યમંત્રી આપણી વેબસાઇટનું ઉદઘાટન કરે અને આપણી વેબસાઇટમાં ‘’yahoo’’ શબ્‍દ સુકામ હોય, હવે તો આપણે મુખ્‍યમંત્રીશ્રીનો સંગાથ છે માટે વેબસાઇટ http://www.yahoogujarat.com માંથી નવા નામ http://www.wahgujarat.com માં રૂપાંતરીત કરી અને માનનીય મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના શુભ હસ્‍તે વેબસાઇટ પર ૧પ/૦૮/૨૦૦૨ના રોજ સૌ પ્રથમ કલીક સાથે શરૂઆત થઇ.

ર૦૦૩, વાહગુજરાત.કોમપર ઇમેજ રૂપે માંહિતી મુકવામાં રોજ અપડેક કરવામાં અનેક મુશ્‍કેલી ઓ પડતી હતી આવડતનો અભાવ હતો અને સાથે સામાજીક જવાબદારીઓ, આર્થિક સંકડામણથી મારો વિચાર નબળો પડવા લાગ્‍યો અને ફરી એકવાર હું નીષ્‍ફળતા તરફ પ્રયાણ કરી ચુકયો, રોજ ખુબજ મહેનત, અધ્‍યયન અને વાંચન કર્યુ તેમા બિસ્‍ટ્રીમ ટેકનોલોજી આવી પરંતુ મને તેમા તકલીફ પડી તે મને અનુકુળ ના આવી.

વર્ષ ર૦૦૪ થી ર૦૦૭ મારા માટે ઇન્‍ટરનેટ છોડી દેવું જરૂરી બન્‍યુ આર્થીક તકલીફો વધી ગઇ અને પાછલા વર્ષોમાં આર્થીક નુકશાન ઘણુ થયુ તે માટે ઇન્‍ટરનેટ વેબસાઇટ બધુજ ભુલી આર્થીક સંકડામણ દુર કરવા હું લાગી પડયો અને મારા વેપારને ચાર વર્ષમાં અનેક ગણો વધારી અને આર્થીક સંકડામણ અનેક ગણી દુર કરી અને સાથે સાથે ટેકનોલોજી ની મુશ્‍કેલીઓ પણ દુર કરી.

૨૦૦૮, ફરીવાર ઇન્‍ટરનેટ ક્ષેત્રમાં આગમન કર્યું, પણ આ ચાર વર્ષમાં ગુજરાતી ભાષાની તકલીફો દુર બની હતી, મુશ્‍કેલીઓ હલ થઇ હતી પરંતુ હવે ગુજરાતી ભાષામાં વિપુલ પ્રમાણમાં માહિતીઓ ઉપલબ્‍ધ બની હતી માટે મારો વિચાર સાર્થક લાગ્‍યો નહિ માત્ર એક વેબસાઇટનો વધારો લાગ્‍યો અને હું આ નવા વીચારની શોધમાં લાગી પડયો. ગુજરાત સરકાર દ્વારા ૧મે ગુજરાત સ્‍થાપના દિવસ – ૨૦૦૮ અમરેલી ખાતે આયોજન કરવાનું નકકી થયું, અને એ પુરો મહિનો વાહ ગુજરાત.કોમ મે અપડેટ કરી બધીજ માહિતી વેબસાઇટ પર મુકી અને ફરીવાર માનનીય મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદી પાસે ૧ મે સ્‍થાપના દિવસનું લાઇવ પ્રસારણ કરવાની મંજુરી માંગી અને તે મળી પણ ગઇ અને આ લાઇવ પ્રસારણને વાહગુજરાત.કોમ પર વિશ્ર્વભરમાંથી લાખો લોકો એ નીહાળ્યુ અને ઇમેલનો મોટો ગંજ લાગ્‍યો અને મને નવો વિચાર પણ મળી ગયો કે વાહગુજરાત.કોમને હવે સર્ચ વીડીયો અને ન્યુઝ પોર્ટલ બનાવવું.

અને આ જ કારણે વાહગુજરાત.કોમ પર નવી સ્ક્રીપ્ટ સાથે વીડીયો અને બ્લોગ નુ સંકલન સાથે નવી રીતે કામ શરુ કર્યુ અને આજે 12 માસમા આપણી વાહગુજરાત.કોમ નો alexa rank 2.40.00,000 માથી આજે 10.00.000 શુધી લાવે શકયા છીએ આપણા ગુજરાતીઓના સંગાથે.

3 એપ્રીલ 2009
આજે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નુ આમત્રણ આવ્યુ તેઓના ઘરે બપોરે હાજર રહેવુ બસ આ એવી વાત છે કે આજે આ આઠ વર્ષનો થાક ઉતરી ગયો અને આજે મને ગુજરાતી હોવાનો અને ગુજરાત મારૂ હોવાનો અહેસાસ સાબીત થયુ અને આ ગુજરાત અને ગુજરાતી માટેની મહેનત સાર્થક બની મીટીંગમા ઘણુ જાણવા મળયુ અને મોદી સાહેબ સાથે ઘણી બધી વાતો થઈ આજ શુધી માત્ર જાહેરજીવનના મોદી સાહેબ જોયા હતા પણ આજે એક લાગણીશીલ અને પ્રેમાળ તેઓનુ સ્વરૂપ જોયુ અને ગુજરાત માટેના તેઓના અંગત વીચારો સામ્ભળીને માન થયુ કે તેઓ આજે આ સ્ટેજ પર કેમ બેઠા છે તેઓની વાત જો સાર્થક થઈ તો ગુજરાત નદનવન તો થાસેજ પણ ” એક મજબુત માનવી જો ધારે તો શુ થઈ શકે તે દુનીયાભરમા સાબીત થસે ” પણ આના થી એક વાત જરૂર યાદ આવે છે કે આ એ ગુજરાતભુમી છે જેના થકી આજે રાષટ્રપીતા ગાધીજી, વીર વીરસાવરકર, મેડમ કામા, સરદાર પટેલ બાદ હવે આ સુકાન નરેન્દ્રભાઈ પાસે છે માટે ગુજરાતીઓને તો લીલાલહેર છે ભાઈ

26 એપ્રીલ 2009

આજે અમરેલીમા નરેન્દ્રભાઈની શભા હતી અને મને પણ આમત્રણ હતુ હુ તો સવારમા સમયસર પહોચી ગયો અને નરેન્દ્રભાઈ સાથે મુલાકાત થઈ તેઓએ મારા વીષેની બધી વાત અમારા અમરેલીના નેતાઓને કહી આ એક અકલ્પીય ઘટના હતી કે મુખ્યમંત્રી આપણી વાત જણાવે બસ આ વીષે વધુ લખવાના શ્બ્દો જ નથી માટે આ વીડીયો જોઈ લેશો .

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Gujarat host IPL narendra modi અમદાવાદ અમીતાભ બચ્ચન આઇપીએલ આતંકવાદ આધુનિક શાસન આર.આર.શેઠ કાઠિયાવાડ કીર્તિ સ્તંભ કોંગ્રેસ કોપીરાઇટ એકટ ક્રિકેટ ગાંધી સાહિત્ય ગિજુભાઇ ગુજરાત ગુજરાતી ચોમાસુ ચોરવાડ જમાઈ જિનાલય જૈન દેરાસર જૈનપુરી ઝવેરચંદ મેઘાણી ડાબેરી પક્ષો દુઘર્ટના નરેન્દ્ર મોદી પાષાણ કળા પ્રતિમા પ્રતિષ્ઠા પ્રવીણ પ્રકાશન પ્રસાર પ્રાદેશિક પક્ષો પ્રિટી ઝિન્ટા ફિનિકસ પંખી બાળસાહિત્ય ભગવતગૌમંડલ ભાંડારકર ઇન્સ્ટિટયુટ મતદાન મતાધિકાર મહાભારત મહાવીર ભગવાન મિચ્છામિ દુક્કડમ મિસ્ત્રી મુદ્રા પ્રકાશન મોદી રમેશ પારેખ રાજકારણી રાજનગર રાષ્ટ્રીય હિત રાહુલ ગાંધી રિવોલ્યુશનરી લોકપરિષદ લોકમત લોકમિલાપ લોકશાહી વરસાદ વાહગુજરાત વાહસમાચાર વિચાર વિદ્વત્તાપૂર્ણ વિષાદ વેવાઈ શિક્ષણ શ્રી શાન્તિસાગર સૂરિજી સખળ ડખળ સત્યના પ્રયોગો સત્યાગ્રહનો ઇતિહાસ સમાચાર2 સહારા સમય સૌરાષ્ટ્ર સ્લમડોગ હઠીસિંહ હૈદરાબાદ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 14 other followers

મુલાકાતીઓ

  • 32,595 hits

તાજેતરની પોસ્ટ્સ

%d bloggers like this: