અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

ક્યાં હોવું જોઈએ રસોડું ?

ઘરમાં રસોડાની આદર્શ દિશા દક્ષિણ-પૂર્વ હિસ્સો છે. રસોડું મધ્ય ઉત્તર, મધ્ય પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ, મધ્ય દક્ષિણ અથવા ઘરની વચ્ચે ન હોવું જોઈએ. રસોડું શયન કક્ષની, પૂજા ઘરની અથવા ટોયલેટની નીચે અથવા ઉપર ન હોવું જોઈએ.

પીવાનું પાણી રસોડાની ઉત્તર પૂર્વ ખૂણા તરફ રાખવું જોઈએ. રસોડામાં અનાજ તથા મસાલા વગેરેને દક્ષિણ-પશ્ચિમ દિશામાં સંગ્રહિત કરીને રાખવા જોઈએ.

રસોડામાં પ્લેટફોર્મ પૂર્વની દિવાલ તરફ હોવું જોઈએ, જેથી રસોઈ બનાવનારનું મોઢું સરળતાથી પૂર્વ દિશા તરફ રહે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

રસોડાની બારીઓ પૂર્વ-પશ્ચિમ દિશામાં હોવી જોઈએ, જેથી વાતાવરણની સકારાત્મક કિરણો આકર્ષિત થઈ શકે. પ્લેટફોર્મ પર કોઈ શેલ્ફ અથવા કબાટ ન રાખવો જોઈએ, કારણ કે એનાથી અણધારી પરિસ્થિતિઓનો ઉત્પન્ન થવાનો ડર રહે છે. રસોડામાં વિપરીત દિશામાં બે બારીઓ હોવી જોઈએ, જેથી ક્રોસ વેંટીલેશન જળવાઈ રહે.

જો રસોડામાં ફ્રિજ મૂક્યું હોય તો એને ઉત્તર-પશ્ચિમ ખૂણામાં મૂકવું જોઈએ. રસોડામાં પ્લેટફોર્મ પૂર્વ અથવા ઉત્તરની દિવાલથી અડેલું ન હોવા પર દક્ષિણ અથવા પશ્ચિમી દિવાલથી અડેલું હોવું જોઈએ.

રસોડામાં એગ્ઝોસ્ટ ફેન દક્ષિણ-પૂર્વ ખૂણાનાં દક્ષિણ અથવા પૂર્વમાં લગાવી શકાય છે. રસોડું અને ભોજન કક્ષ જો એક જ કક્ષમાં હોય તો ડાઈનિંગ ટેબલને રસોડામાં પશ્ચિમમાં રાખવું જોઈએ.

કચરાપેટી અથવા કચરો રસોડામાં ન રાખવો જોઈએ, એનાથી કુટુંબના લોકોનો સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે.રસોડાની દિવાલો પર સફેદ અથવા વાદળી રંગ હોવો જોઈએ. સિંક પ્લેટફોર્મની ડાબી બાજુ તથા ગેસ (કુકિંગ રેંજ) પ્લેટફોર્મની જમણી બાજુઓ હોવું જોઈએ.

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Information

This entry was posted on ફેબ્રુવારી 4, 2007 by in વાહવાસ્તુશાસ્ત્ર.

સંશોધક

Gujarat host IPL narendra modi અમદાવાદ અમીતાભ બચ્ચન આઇપીએલ આતંકવાદ આધુનિક શાસન આર.આર.શેઠ કાઠિયાવાડ કીર્તિ સ્તંભ કોંગ્રેસ કોપીરાઇટ એકટ ક્રિકેટ ગાંધી સાહિત્ય ગિજુભાઇ ગુજરાત ગુજરાતી ચોમાસુ ચોરવાડ જમાઈ જિનાલય જૈન દેરાસર જૈનપુરી ઝવેરચંદ મેઘાણી ડાબેરી પક્ષો દુઘર્ટના નરેન્દ્ર મોદી પાષાણ કળા પ્રતિમા પ્રતિષ્ઠા પ્રવીણ પ્રકાશન પ્રસાર પ્રાદેશિક પક્ષો પ્રિટી ઝિન્ટા ફિનિકસ પંખી બાળસાહિત્ય ભગવતગૌમંડલ ભાંડારકર ઇન્સ્ટિટયુટ મતદાન મતાધિકાર મહાભારત મહાવીર ભગવાન મિચ્છામિ દુક્કડમ મિસ્ત્રી મુદ્રા પ્રકાશન મોદી રમેશ પારેખ રાજકારણી રાજનગર રાષ્ટ્રીય હિત રાહુલ ગાંધી રિવોલ્યુશનરી લોકપરિષદ લોકમત લોકમિલાપ લોકશાહી વરસાદ વાહગુજરાત વાહસમાચાર વિચાર વિદ્વત્તાપૂર્ણ વિષાદ વેવાઈ શિક્ષણ શ્રી શાન્તિસાગર સૂરિજી સખળ ડખળ સત્યના પ્રયોગો સત્યાગ્રહનો ઇતિહાસ સમાચાર2 સહારા સમય સૌરાષ્ટ્ર સ્લમડોગ હઠીસિંહ હૈદરાબાદ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 14 other followers

મુલાકાતીઓ

  • 32,395 hits

તાજેતરની પોસ્ટ્સ

%d bloggers like this: