અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

દ્વારકા

ભગવાન શ્રીકૃષ્ણ અને યાદવો મથુરા છોડી સુરાષ્ટ્ર(સૌરાષ્ટ્ર)ના સમુદ્ર તટપર આવે છે, ત્યારે રાજધાની તરીકે નગરીના નિર્માણ માટે દૈદિપ્યમાન વિશાળ સાગરતટ પ્રદેશ પર એમની દ્રષ્ટિ ઠરે છે. એના નિર્માણ કાર્ય માટે શ્રી વિશ્વકર્મા પ્રભુને આહવાન કરવામાં આવે છે. જો સમુદ્ર દેવ દ્વારા રાજધાની દ્વારકાનગરીના નિર્માણ માટે થોડી ભુમી સમર્પિત કરવામાં આવે તો જ આ કાર્ય પાર પાડી શકાય તેમ શ્રી વિશ્વકર્મા દ્વારા જણાવાતા શ્રીકૃષ્ણ સમુદ્રદેવની આરાધના કરે છે. પ્રસન્ન થઇ સમુદ્રદેવ બાર જોજન જેટલી ભૂમિસમર્પિત કરે છે. તેના પર સોનાની દ્વારકા નગરીનું નિર્માણ કરે છે. આ નગરી દ્વારાવતી તથા કુશસ્થલી નામથી પણ ઓળખાતી. અન્ય દંતકથા મુજબ શ્રીકૃષ્ણ જીવનના અંતે સોમનાથ પાસે ભાલકાતીર્થમાં પારધીના બાણથી ઘવાયા અને ત્રિવેણી સંગમ ખાતે દેહોત્સર્ગ કર્યો તે સમયે આ પ્રાચીન દ્વારકા નગરી સમુદ્રના પેટાળમાં હંમેશને માટે સમાઇ ગઇ.

ભારતની સંસ્કૃતિના યુગપ્રવર્તક શ્રીકૃષ્ણનું પાટનગર :

દ્વારકા એ ગુજરાત રાજ્યના પશ્ચિમછેડે સિન્ધુસાગરના (અરબી સમુદ્ર) કિનારે વસેલું છે અને શ્રીકૃષ્ણ ભગવાનના જીવન સાથે સંકળાયેલું પ્રાચીન તીર્થધામ છે. દ્વારકા એક મોક્ષ નગરી મનાય છે. જેથી હિન્દુ ધર્મના યાત્રાળુઓ અહીં બારેમાસ દર્શન માટે આવતા હોય છે. ભગવાન શ્રીકૃષ્ણે આ સ્થળે ઘણો સમય રાજ્ય કર્યું હતુ. તેમના નાનપણના મિત્ર સુદામાનું મિલન પણ દ્વારકાના બેટમાં થયું હતું. શ્રીકૃષ્ણ ભક્તિમાં ગરકાવ થયેલા ભક્ત મીરાબાઇએ તેમના અંતિમશ્વાસ પણ અહીં જ છોડ્યા હતા. શ્રીકૃષ્ણના સમયે દ્વારકા નગરી સોનાની મનાતી હતી. જે સમયકાળે દરિયામાં ડૂબી ગઇ તેમ મનાય છે. ભગવાન શ્રીકૃષ્ણના સમય બાદ દ્વારકા ઉપર ગુપ્તવંશ, પલ્લવવંશ, ચાલુક્યવંશના રાજાઓ પણ રાજ કરી ગયા હતા.

ગોમતી નદી અને સિન્ધુસાગરના (અરબી સમુદ્ર) સંગમસ્થળે આવેલું દ્વારકા ખાસ તો તેના જગત મંદિર ખૂબ જ મશહૂર છે. આ મંદિર ૨૫૦૦ વર્ષ પુરાણું મનાય છે. મંદિર પાંચ માળ જેટલું, ૧૬૦ ફીટ ઉંચુ છે. મૂળ જૂનું મંદિર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના આદેશથી વિશ્વકર્માએ માત્ર ચોવીસ કલાકમાં રચી દીધું હતુ, પણ તે મંદિર આજે હયાત નથી. હાલનું આ મંદિર પથ્થરોથી અને શિલ્પકળાથી સભર છે. આ મંદિરનો ઘુમ્મટ આઠ સ્તંભ પર ગોઠવવામાં આવેલો છે. મંદિરની બહારની બાજુ પથ્થરની દિવાલો ઉપર બારીક કોતરકામ છે. મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ ચાંદીના પતરાથી મઢેલા સિંહાસન ઉપર સ્થાપિત કરેલી છે. આ મૂર્તિ કાળા પથ્થરમાંથી ઘડવામાં આવેલી છે. જેને ચાર ભૂજાઓ છે.

દ્વારકાથી બે કિ.મી.ના અંતરે કૃષ્ણની પટરાણી રૂક્ષમણી દેવીનું સુપ્રસિધ્ધ ૧૬૦૦ વર્ષ પુરાણું સ્થાપત્ય કલાનું અદભૂત મંદિર આવેલું છે.

તેમજ દ્વારકાથી ૩૨ કિ.મી. ના અંતરે ઓખા નજીક સમુદ્રમાં બેટ દ્વારકા આવેલું છે.

દ્વારકા જવા માટે રોડ માર્ગ :
ગાંધીનગર – ૪૮૧ કિ.મી.
રાજકોટ – ૨૧૭ કિ.મી.
અમદાવાદ – ૪૫૦ કિ.મી.
જામનગર – ૧૪૮ કિ.મી.
પોરબંદર – ૭૦ કિ.મી.

નજીકનું રેલ્વે સ્ટેશન : દ્વારકા વાયા રાજકોટ, જામનગર, પોરબંદર.

નજીકનું હવાઇ મથક : જામનગર તથા પોરબંદર.

સંપર્ક માહિતી

કલેકટર શ્રી, જામનગર અને અધ્યક્ષશ્રી,
ફોન નં. : (ઓ) +૯૧ ૨૮૮ ૨૫૫૫૮૬૯
one No.: (ફેક્સ) +૯૧ ૨૮૮ ૨૫૫૫૮૯૯
one No.: (નિ) +૯૧ ૨૮૮ ૨૫૫૪૦૫૯
one No.: (મો) +૯૧ ૯૮૨૫૦૪૯૩૩૧

વહીવટદારશ્રી,
ફોન નં. : (ઓ) +૯૧ ૨૮૯૨ ૨૩૪૦૮૦
one No.: (ફેક્સ) +૯૧ ૨૭૪૯ ૨૩૪૫૪૧

ટ્રસ્ટનું વિશ્રામગૃહ.
ફોન નં. : (ઓ) ૨૨૩૪૦૯૦

મામલતદારશ્રી,
ફોન નં. : (ફેક્સ) ૨૩૪૪૪૯

More Information About Somanath Temple Visit Wahgujarat.com

Sanjay Gondaliya, Perfect Marketing, Tower Road, Amreli – 365601, Gujarat – India, Cell : +919825088887

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Information

This entry was posted on જાન્યુઆરી 1, 2008 by in વાહયાત્રાધામ.

સંશોધક

Gujarat host IPL narendra modi અમદાવાદ અમીતાભ બચ્ચન આઇપીએલ આતંકવાદ આધુનિક શાસન આર.આર.શેઠ કાઠિયાવાડ કીર્તિ સ્તંભ કોંગ્રેસ કોપીરાઇટ એકટ ક્રિકેટ ગાંધી સાહિત્ય ગિજુભાઇ ગુજરાત ગુજરાતી ચોમાસુ ચોરવાડ જમાઈ જિનાલય જૈન દેરાસર જૈનપુરી ઝવેરચંદ મેઘાણી ડાબેરી પક્ષો દુઘર્ટના નરેન્દ્ર મોદી પાષાણ કળા પ્રતિમા પ્રતિષ્ઠા પ્રવીણ પ્રકાશન પ્રસાર પ્રાદેશિક પક્ષો પ્રિટી ઝિન્ટા ફિનિકસ પંખી બાળસાહિત્ય ભગવતગૌમંડલ ભાંડારકર ઇન્સ્ટિટયુટ મતદાન મતાધિકાર મહાભારત મહાવીર ભગવાન મિચ્છામિ દુક્કડમ મિસ્ત્રી મુદ્રા પ્રકાશન મોદી રમેશ પારેખ રાજકારણી રાજનગર રાષ્ટ્રીય હિત રાહુલ ગાંધી રિવોલ્યુશનરી લોકપરિષદ લોકમત લોકમિલાપ લોકશાહી વરસાદ વાહગુજરાત વાહસમાચાર વિચાર વિદ્વત્તાપૂર્ણ વિષાદ વેવાઈ શિક્ષણ શ્રી શાન્તિસાગર સૂરિજી સખળ ડખળ સત્યના પ્રયોગો સત્યાગ્રહનો ઇતિહાસ સમાચાર2 સહારા સમય સૌરાષ્ટ્ર સ્લમડોગ હઠીસિંહ હૈદરાબાદ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 14 other followers

મુલાકાતીઓ

  • 32,657 hits

તાજેતરની પોસ્ટ્સ

%d bloggers like this: