અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

પાલીતાણા

જૈન ધર્મના પ્રથમ તીર્થકર અને માનવ સંસ્કૃતિના આદિસ્થાપક ઋષભદેવ આ તીર્થમાં પૂર્વ નવ્વાણું વાર સમોસર્યા હતા. જૈનના ૨૪ તીર્થકરોમાંથી શ્રી નેમીનાથ સિવાયના ૨૩ તીર્થકરોએ આ તીર્થ પરથી વિશ્વને જૈન ધર્મનો સંદેશ આપ્યો હતો.
ભાવનગર જીલ્લામાં શેત્રુંજી નદીના કિનારે વસાવેલું ૧૨૦૦ વર્ષ જુનું પાલીતાણાએ વિશ્વનું પ્રખ્યાત યાત્રાધામ છે. જે આચાર્ય પાદલિપ્તપુર-પાલીત્તાનક-પાલીતાણા એમ નામ પડેલું. મંદિરોની મહાનગરી જેવું શેત્રુંજય તીર્થ એ આગમનમાન્ય શાશ્વત સિધ્ધક્ષેત્ર છે. શ્રી ગિરીરાજ શેત્રુંજય પર ૧૮૦૦ ફૂટની ઉંચાઇ, ૩૭૪૫ પગથીયા ચડ્યા પછી એના મૂળ નાયક શ્વેતવર્ણીય પદ્મસનસ્થ શ્રી આદીશ્વર ભગવાનના દેરાસર પહોંચી શકાય છે. કહેવાય છે કે વસ્તુપાળ-તેજપાળે તેરમી સદીમાં અહીં પથ્થરો ગોઠવી રસ્તો તૈયાર કરાવેલો, ૨૦ એકરમાં પથરાયેલ આ ગઢ વિસ્તારની વન ટૂકોમાં ૧૦૮ મોટા દેરાસરો અને ૮૭૨ દેરીઓ આવેલી છે. આ ઉપરાંત સાતેક હજાર જેટલી જીન પ્રતિમા છે. આરસ પથ્થર તથા ચૂનાના આ દેરાસરો જેવી કારીગીરીવાળા આટલા દેરાસરો તથા પ્રતિમાજી વિશ્વમાં એક જ સ્થળ ઉપર હોય એવું બીજે ક્યાંય નથી. પ્રાચીન સમયમાં આ તીર્થ પર જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના ગણધર પુંડરિક સ્વામી મોક્ષે પધાર્યા હતા તેથી તેને પુંડરિકગીરી તરીકે ઓળખવામાં આવે છે. શ્રી ગિરીરાજ પરનું પ્રથમ મંદિર ભરત રાજાએ બંધાવેલું અને આદીશ્વર ભગવાનનું મૂળ મંદિર વિક્રમરાજાએ બંધાવેલું. આ ઉપરાંત અહીં અનેક ઐતિહાસીક મંદિરો તથા સ્થાનકો છે. જેમાં કુમારપાળે બંધાવેલું મંદિર, પૃથ્વીરાજ ચૌહાણે બનાવેલું ભવાની તળાવ, મંત્રી ઉદા મહેતાએ બનાવેલું પથ્થરનું મંદિર વગેરે જોવાલાયક છે. એક હજાર વર્ષ પહેલાં શ્રેષ્ઠી જાવડશાએ અહીં જીર્ણોધ્ધાર કરાવેલો, આવા સોળ જીર્ણોધ્ધાર આ યાત્રાધામના થયેલા છે. અહીંના દરેક મંદિરનો આગવો ઇતિહાસ છે. પ્રતિ વર્ષ ચાર લાખથી પણ વધુ યાત્રાળુઓ ચરી પાળતા સંઘો મારફતે અને અન્ય રીતે આ અજોડ તીર્થની યાત્રાએ આવે છે. તળેટીથી શિખર સુધી પહોંચવા યાત્રીઓએ સાડા ત્રણ કિ.મી.નો પંથ કાપી, ૩૭૪૫ પગથિયાનું ચઢાણ કરવું પડે છે. શેત્રુંજય ગિરીરાજ પરથી દક્ષિણ દિશામાં વહેતી શેત્રુંજી નદીનું દ્રશ્ય ખૂબ જ મનોહર લાગે છે. અહીં જૈન મંદિરોમાં જૈન ધર્મના પ્રથમ તીર્થકર આદીનાથ ભગવાનના મંદિરનું સ્થાપત્ય ઘણું જ કલાત્મક છે. બીજા મુખ્ય મંદિરોમાં કુમારપાળ, વિમળ શાહ તેમજ ચૌમુખી વિગેરે દર્શનીય મંદિરો આવેલા છે. પાલીતાણાના આ પ્રસિધ્ધ ધામમાં દર વર્ષે ફાગણી સુદ તેરસ, ચૈત્રી પૂર્ણિમા તેમજ વૈશાખ સુદ ત્રીજના દિવસો દરમ્યાન લાખોની સંખ્યામાં જૈન યાત્રાળુઓ શેત્રુંજયની પરિક્રમા કરવા આવે છે. આ પરિક્રમા અઢાર કિ.મી.ની કરવાની હોય છે. યાત્રિકો આ પરિક્રમા પગે ચાલીને, દંડી મારફતે કે ડોળી દ્વારા કરી શકે છે. આ છ ગાઉની પરિક્રમાનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે.

પાલીતાણા જવા માટે રોડ માર્ગ:
વડોદરા – ૩૧૦ કિ.મી.
ભાવનગર – ૫૦ કિ.મી.
સુરત – ૪૩૨ કિ.મી.
ગાંધીનગર – ૨૩૧ કિ.મી.

નજીકનું રેલ્વે સ્ટેશન : ભાવનગર તથા પાલીતાણા

નજીકનું હવાઇ મથક : ભાવનગર

સંપર્ક માહિતી

કલેકટરશ્રી, ભાવનગર અને અધ્યક્ષશ્રી, પાલીતાણા વિકાસ સમિતી,
ફોન નં. : (ઓ) +૯૧ ૨૭૮ ૨૪૨૮૮૨૨
one No.: (ફેક્સ) +૯૧ ૨૭૮ ૨૪૨૭૯૪૧
one No.: (નિ) +૯૧ ૨૭૮ ૨૫૬૮૮૬૬
one No.: (મો) +૯૧ ૯૮૨૫૦૪૯૩૧૫

ચેરીટી કમિશ્નરશ્રી, મિરજાપુર રોડ, અમદાવાદ.
ફોન નં. : (ઓ) ૨૫૫૦૭૫૧૪
one No.: (ફેક્સ) ૨૫૫૦૯૨૪૪

જ.મેનેજર શ્રી, આણંદજી કલ્યાણજી, પાલીતાણા
ફોન નં. : (મો) +૯૧ ૯૪૨૬૦૮૧૯૩૦

આસી. જનરલ મેનેજરશ્રી, શ્રી આણંદજી કલ્યાણજી પેઢી, પાલીતાણા,
ફોન નં. : (ઓ) +૯૧ ૨૮૪૮ ૨૫૨૧૪૮
one No.: (ફેક્સ) +૯૧ ૨૮૪૮ ૨૪૩૩૪૮૯
one No.: (નિ) +૯૧ ૨૮૪૮ ૨૫૩૨૫૩

જોઇન્ટ કમિશ્નરશ્રી, વડોદરા.
ફોન નં. : (ઓ) ૨૪૩૩૪૪૯

More Information About Somanath Temple Visit Wahgujarat.com

Sanjay Gondaliya, Perfect Marketing, Tower Road,

Amreli – 365601, Gujarat – India, Cell : +919825088887

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Information

This entry was posted on જાન્યુઆરી 1, 2008 by in વાહયાત્રાધામ.

સંશોધક

Gujarat host IPL narendra modi અમદાવાદ અમીતાભ બચ્ચન આઇપીએલ આતંકવાદ આધુનિક શાસન આર.આર.શેઠ કાઠિયાવાડ કીર્તિ સ્તંભ કોંગ્રેસ કોપીરાઇટ એકટ ક્રિકેટ ગાંધી સાહિત્ય ગિજુભાઇ ગુજરાત ગુજરાતી ચોમાસુ ચોરવાડ જમાઈ જિનાલય જૈન દેરાસર જૈનપુરી ઝવેરચંદ મેઘાણી ડાબેરી પક્ષો દુઘર્ટના નરેન્દ્ર મોદી પાષાણ કળા પ્રતિમા પ્રતિષ્ઠા પ્રવીણ પ્રકાશન પ્રસાર પ્રાદેશિક પક્ષો પ્રિટી ઝિન્ટા ફિનિકસ પંખી બાળસાહિત્ય ભગવતગૌમંડલ ભાંડારકર ઇન્સ્ટિટયુટ મતદાન મતાધિકાર મહાભારત મહાવીર ભગવાન મિચ્છામિ દુક્કડમ મિસ્ત્રી મુદ્રા પ્રકાશન મોદી રમેશ પારેખ રાજકારણી રાજનગર રાષ્ટ્રીય હિત રાહુલ ગાંધી રિવોલ્યુશનરી લોકપરિષદ લોકમત લોકમિલાપ લોકશાહી વરસાદ વાહગુજરાત વાહસમાચાર વિચાર વિદ્વત્તાપૂર્ણ વિષાદ વેવાઈ શિક્ષણ શ્રી શાન્તિસાગર સૂરિજી સખળ ડખળ સત્યના પ્રયોગો સત્યાગ્રહનો ઇતિહાસ સમાચાર2 સહારા સમય સૌરાષ્ટ્ર સ્લમડોગ હઠીસિંહ હૈદરાબાદ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 14 other followers

મુલાકાતીઓ

  • 32,657 hits

તાજેતરની પોસ્ટ્સ

%d bloggers like this: