અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

સોમનાથ

Wahgujarat.com_somanathઇ.સ. ૧૨૨૫માં ભાવબૃહસ્પતિએ સોમનાથની પ્રશસ્તી લખેલી છે. તે મુજબ સોમનાથ મંદિર સૌ પ્રથમ સોમે બંધાવ્યુ, બીજા યુગમાં રાવણે રૂપાનું બનાવ્યું. કૃષ્ણે લાકડાનું બંધાવ્યું, ભીમે પથ્થરથી બંધાવ્યુ છેવટે કુમારપાળના વખતમાં સોમનાથના તત્કાલીન મઠપતિ ભાવબૃહસ્પતિએ મંદિરનો મોટા પાયે જીર્ણોધ્ધાર કરાવ્યો.
 
 
 સોમનાથનું મંદિર સૌ પ્રથમ મહંમદ ગઝનીએ ૧૦૨૬માં, અલાઉદ્દીન ખીલજીના સરદાર અફઝલખાએ સંવત ૧૩૭૪માં ત્યાર બાદ ૧૩૯૦માં, ૧૪૫૧માં, ૧૫૩૦માં, ૧૫૯૦માં, અને ૧૭૦૧માં છેલ્લે ઔરંગઝેબે લૂંટ્યું હતું. આમ, આ મંદિર ૧૭ વખત લૂંટાયું હતું.
 
 નૂતન સોમનાથ મંદિરના પાયાના ખોદકામ સમયે સપાટીથી ૧૩ ફૂટ ઉંડાઇએ પાયામાંથી પુરાણા મંદિરના મૈત્રકકાળથી સોલંકીકાળ સુધીના શિલ્પ સ્થાપત્યના ઘણા ઉત્કૃષ્ટ કોટિના અવશેષો મળ્યા હતા. જેમાં શિવ ત્રિપુરાંતકેશ્વર, નટરાજ, ભૈરવ, યોગી વિગેરેના અવશેષ નોંધપાત્ર છે.
 
 આર્યાવર્તના બાર પૈકીનું પ્રથમજ્યોતિર્લિંગ
 
 સૌરાષ્ટ્ર્ના સિન્ધુ સાગરના (અરબી સમુદ્ર) કિનારે આવેલું સોમનાથ એ જગપ્રસિધ્ધ યાત્રાધામ છે અને હિન્દુઓનું ખાસ મહત્વનું યાત્રાધામ ગણાય છે. એવું માનવામાં આવે છે કે સોમનાથના લિંગની ઉત્પત્તિ થઇ છે. પૌરાણિક કથા મુજબ સોમ-ચંદ્રએ રાજા દક્ષ પ્રજાપતિની ૨૭ કન્યાઓ સાથે વિવાહ કરેલા, આ ૨૭ કન્યાઓમાં ચંદ્ર રોહિણીને વિશેષ માન-પાન આપતો હતો. તેથી અન્ય ૨૬ કન્યાઓ દુ:ખી હતી. તેમણે દક્ષને પોતાના પિતાને આ વિશે ફરિયાદ કરી તેથી દક્ષ રાજાએ પોતાની કન્યાઓને ચંદ્ર અન્યાય કરતો હોવાથી શ્રાપ આપ્યો અને ચંદ્ર ક્ષીણ થવા લાગ્યો અને તેથી વિધાતક અસર પૃથ્વી ઉપર પડવા લાગી, જેથી ચંદ્રએ પોતાની તેજ શક્તિ પાછી મેળવવા શિવજીની ઘોર તપશ્ચર્યા કરી. અંતે શિવજી આ સ્થળે પ્રગટ થયા અને ચંદ્રના શ્રાપનું નિવારણ કર્યું. આજે સોમનાથમાં ચંદ્રની ભક્તિથી પ્રસન્ન થયેલા શિવજીના લિંગના દર્શન થાય છે. અહીં આવેલું સોમનાથ મંદિર ઇંદોરના મહારાણી અહલ્યાબાઇ હોલકરે જીર્ણોધ્ધાર કરી બંધાવડાવ્યું હતું. દસમી સદીમાં આ મંદીરની ભવ્ય જાહોજહાલી હતી. આ મંદિરમાં સોનાનો ઘંટ, છત, ઘુમ્મટ, દિવાલો તેમજ દરવાજા સોનાથી મઢવામાં આવ્યા હતા. મહંમદ ગઝનીએ મંદિરનું આ સોનું લુંટવા માટે સોમનાથ ઉપર અનેક વખત ચઢાઇ કરી હતી અને સોનું લુંટી ગયો હતો, તેવી આ મંદિરની જાહોજલાલી હતી. આજે સોમનાથમાં પ્રાચીન મંદિર પાસે નવું સોમનાથનું મંદિર બાંધવામાં આવેલું છે. જે ભારતના લોહપુરુષ સરદાર પટેલની પ્રતિજ્ઞાની ફળશ્રુતિ છે.
 
 
 સોમનાથ જવા માટે રોડ માર્ગ:
 ગાંધીનગર – ૪૩૪ કિ.મી.
 રાજકોટ – ૧૮૧ કિ.મી.
 અમદાવાદ – ૪૦૯ કિ.મી.
 જુનાગઢ – ૭૯ કિ.મી.
 કેશોદ – ૪૧ કિ.મી.
 વેરાવળ – ૦૮ કિ.મી.
 
 
 સોમનાથ જવાનું નજીકનું રેલ્વે સ્ટેશન : વેરાવળ
 
 
 નજીકનું હવાઇ મથક : દીવ તથા કેશોદ
 
 સંપર્ક માહિતી
 
 અધ્યક્ષશ્રી, શ્રી સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટ.
 સેકટર નં. ૧૯ ક-૧૨, (ઓ.) ૨૩૨૫૪૮૯૪
 
 સભ્યસચિવશ્રી, શ્રી સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટ,
 શ્રી સોમનાથ નિવાસ,
 સી-૧૨-એ, શ્રી ઓમવીલા, સરકારી ગોડાઉન પાસે.
 ઘોડા કેમ્પસ રોડ, શાહીબાગ, અમદાવાદ.
 ફોન નં. : (ઓ) +૯૧ ૭૯ ૨૨૬૮૬૩૩૫, ૨૨૬૮૬૪૪૨
 Phone No.: (નિ) +૯૧ ૭૯ ૩૨૪૭૦૪૩
 Phone No.: (મો) +૯૧ ૯૮૨૫૦૩૬૧૦૧
 
 જન. મેનેજરશ્રી, શ્રી સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટ, સોમનાથ.
 ફોન નં. : (ઓ) +૯૧ ૨૮૭૬ ૨૩૧૨૦૦, ૨૩૧૨૧૨
 Phone No.: (ફેક્સ) +૯૧ ૨૮૭૬ ૨૩૨૬૯૪
 Phone No.: (નિ) +૯૧ ૨૮૭૬ ૨૩૩૧૩૦
 Phone No.: (મો) +૯૧ ૯૮૨૪૨૮૫૬૬૭

More Information About Somanath Temple Visit Wahgujarat.com

Sanjay Gondaliya, Perfect Marketing, Tower Road, Amreli – 365601, Gujarat – India, Cell : +919825088887

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Information

This entry was posted on જાન્યુઆરી 1, 2008 by in વાહયાત્રાધામ.

સંશોધક

Gujarat host IPL narendra modi અમદાવાદ અમીતાભ બચ્ચન આઇપીએલ આતંકવાદ આધુનિક શાસન આર.આર.શેઠ કાઠિયાવાડ કીર્તિ સ્તંભ કોંગ્રેસ કોપીરાઇટ એકટ ક્રિકેટ ગાંધી સાહિત્ય ગિજુભાઇ ગુજરાત ગુજરાતી ચોમાસુ ચોરવાડ જમાઈ જિનાલય જૈન દેરાસર જૈનપુરી ઝવેરચંદ મેઘાણી ડાબેરી પક્ષો દુઘર્ટના નરેન્દ્ર મોદી પાષાણ કળા પ્રતિમા પ્રતિષ્ઠા પ્રવીણ પ્રકાશન પ્રસાર પ્રાદેશિક પક્ષો પ્રિટી ઝિન્ટા ફિનિકસ પંખી બાળસાહિત્ય ભગવતગૌમંડલ ભાંડારકર ઇન્સ્ટિટયુટ મતદાન મતાધિકાર મહાભારત મહાવીર ભગવાન મિચ્છામિ દુક્કડમ મિસ્ત્રી મુદ્રા પ્રકાશન મોદી રમેશ પારેખ રાજકારણી રાજનગર રાષ્ટ્રીય હિત રાહુલ ગાંધી રિવોલ્યુશનરી લોકપરિષદ લોકમત લોકમિલાપ લોકશાહી વરસાદ વાહગુજરાત વાહસમાચાર વિચાર વિદ્વત્તાપૂર્ણ વિષાદ વેવાઈ શિક્ષણ શ્રી શાન્તિસાગર સૂરિજી સખળ ડખળ સત્યના પ્રયોગો સત્યાગ્રહનો ઇતિહાસ સમાચાર2 સહારા સમય સૌરાષ્ટ્ર સ્લમડોગ હઠીસિંહ હૈદરાબાદ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 14 other followers

મુલાકાતીઓ

  • 32,657 hits

તાજેતરની પોસ્ટ્સ

%d bloggers like this: