અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

સ્વિસ બેંકોમાં પડેલાં ભારતીય નાણાં : ભાજપ જનમત લેશે

swissbank
ભારતના રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ અને અન્ય લોકોએ લગભગ રૃ. ૭૦ લાખ કરોડ જેટલું કાળું નાણું સ્વિસ બેંક સહિતની વિદેશી બેંકોમાં રોકેલું છે તેને બહાર લાવવા માટે ભાજપે હવે લોકમત લેવાનો નિર્ણય કર્યો છે. આટલુ જંગી નાણું જો ભારતમાં લાવવામાં આવે તો ભારતના ગરીબો માટેની અનેક કલ્યાણકારી યોજનાઓનો અમલ કરવા ઉપરાંત અનેક વિકાસના કામો હાથ ધરી શકાય એમ હોવાથી હવે તેના મુદ્દે જનમત લેવાની તજવીજ હાથ ધરાઇ છે. આ માટે ગુજરાતમાં સૌપ્રથમ પહેલ કરવાની ગણતરી પક્ષ રાખી રહ્યું છે.

* ૮થી ૧૫ એપ્રિલ દરમિયાન ૨૬ લોકસભા બેઠકો પર બે હજાર બૂથ પર જનતા પાસેથી મત મેળવાશે
* નરેન્દ્ર મોદીનો ચૂંટણી મુદ્દો : દેશભરમાં અભિયાનની શક્યતા

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને પક્ષના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીએ આ મુદ્દો છેડયો હતો. તેના કોંગ્રેસ પક્ષે ઘેરા પ્રત્યાઘાત આપ્યા હતા. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનને પત્ર લખીને સ્વિસ બેંક સહિત વિદેશોમાંથી ભારતીયોનું કાળું નાણું પાછું મેળવવા અને દેશના ગરીબોના કલ્યાણ માટે વાપરવા માટે અપીલ કરી હતી.

આ બાબતને હવે આગળ વધારવા માટે ભાજપે ગુજરાતના ૨૬ લોકસભા મતવિસ્તારોમાં લગભગ તમામ જાહેર સ્થળોએ આગામી તા.૮થી ૧૫ એપ્રિલ દરમિયાન જાહેર પ્રચાર અભિયાન છેડવાનુ નક્કી કર્યું છે. આ અભિયાન દરમિયાન લગભગ બે હજાર જેટલા સ્થળે મતપેટી મુકવામાં આવશે. જાહેર પ્રચારમાં લોકોને કાળું નાણું કોણે કેવી રીતે એકત્ર કર્યું છે અને કેવી રીતે ભારત બહાર લઇ જવામાં આવ્યું છે તેની જાણકારી અપાશે અને તેની સાથે લોકોને એક ફોર્મનુંુ વિતરણ કરાશે.આ ફોર્મ લોકો ભરીને મત પેટીમાં નાખશે. ભાજપ આ મતપેટીઓથી મળેલા લોકમતને પ્રજા સમક્ષ જાહેર કરશે.

અહીં નોંધવુ જરૃરી છે કે, મોદીએ તેમના પત્રમાં જણાવ્યું છે કે, જર્મનીની સરકારને સ્વિસ બેંકિંગ એસોસીએશને સ્વિસ બેંકના રોકાણોની વિગતો આપી છે. ગુજરાતની કઇ વ્યક્તિઓ, કંપનીઓ કે સંગઠનોનું વિદેશમાં કાળુંુ નાણાં છેે તેની વિગતો મેળવવામાં મોદીએ કેન્દ્ર સરકાર પાસે સહયોગ માગ્યો છે. વિદેશોમાં રૃ. ૭૦ લાખ કરોડ જેટલું કાળું નાણું ભારતમાંથી રોકાયેલું છે. વડાપ્રધાને આ મુદ્દો જી-૨૦ દેશોની મળેલી બેઠકમાં પણ જુદી રીતે ઉઠાવ્યો હતો. વિદેશોમાં રોકાયેલા કાળા નાણાંનો દુરુપયોગ ભારતની રાષ્ટ્રીય સલામતી સામે ગંભીર ખતરો છે. વિદેશી બેંકોમાં ભારતનું જંગી કાળું નાણું રાજનેતાઓ, ઉદ્યોગકારો, નાર્કોટિક્સ, ડ્રગ માફિયા અને આર્મ્સ ડિલર્સ દ્વારા ભેગુંુ કરેલું છે. દેશનો સામાન્ય નાગરિક પણ આ હકીકત જાણે છે અને હવે તો આતંકવાદીઓ દ્વારા કાળા નાણાંનો દુરુપયોગ એ ભારતની સુરક્ષા સામે પણ સંકટ બની ગયું છે. ભારતના શેર માર્કેટમાં છેલ્લા બે ત્રણ વર્ષમાં આવેલી ઊથલપાથલના મૂળમાં ડર્ટીમની અને માફિયાઓના કાળાં નાણાંના હવાલા પણ દૂષણ રૃપે વકરેલા છે ત્યારે શેર માર્કેટમાંથી બે વર્ષના હવાલા દૂર કરવા પગલાં લેવાવા જોઇએ એવું ચર્ચાઇ રહ્યંુ છે.

http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=64869

[flashvideo filename=http://www.youtube.com/watch?v=BLVpAX2Ac38 width=500 /]

Information

This entry was posted on એપ્રિલ 5, 2009 by in વાહસમાચાર and tagged .

સંશોધક

Gujarat host IPL narendra modi અમદાવાદ અમીતાભ બચ્ચન આઇપીએલ આતંકવાદ આધુનિક શાસન આર.આર.શેઠ કાઠિયાવાડ કીર્તિ સ્તંભ કોંગ્રેસ કોપીરાઇટ એકટ ક્રિકેટ ગાંધી સાહિત્ય ગિજુભાઇ ગુજરાત ગુજરાતી ચોમાસુ ચોરવાડ જમાઈ જિનાલય જૈન દેરાસર જૈનપુરી ઝવેરચંદ મેઘાણી ડાબેરી પક્ષો દુઘર્ટના નરેન્દ્ર મોદી પાષાણ કળા પ્રતિમા પ્રતિષ્ઠા પ્રવીણ પ્રકાશન પ્રસાર પ્રાદેશિક પક્ષો પ્રિટી ઝિન્ટા ફિનિકસ પંખી બાળસાહિત્ય ભગવતગૌમંડલ ભાંડારકર ઇન્સ્ટિટયુટ મતદાન મતાધિકાર મહાભારત મહાવીર ભગવાન મિચ્છામિ દુક્કડમ મિસ્ત્રી મુદ્રા પ્રકાશન મોદી રમેશ પારેખ રાજકારણી રાજનગર રાષ્ટ્રીય હિત રાહુલ ગાંધી રિવોલ્યુશનરી લોકપરિષદ લોકમત લોકમિલાપ લોકશાહી વરસાદ વાહગુજરાત વાહસમાચાર વિચાર વિદ્વત્તાપૂર્ણ વિષાદ વેવાઈ શિક્ષણ શ્રી શાન્તિસાગર સૂરિજી સખળ ડખળ સત્યના પ્રયોગો સત્યાગ્રહનો ઇતિહાસ સમાચાર2 સહારા સમય સૌરાષ્ટ્ર સ્લમડોગ હઠીસિંહ હૈદરાબાદ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 14 other subscribers

મુલાકાતીઓ

  • 33,994 hits

તાજેતરની પોસ્ટ્સ