અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

અમેરિકી લશ્કર પાકિસ્તાનમાં તાલીબાન ઓપરેશન જાતે જ હાથ ધરશે

અમેરિકાનાં સેન્ટ્રલ કમાન્ડનાં એટલે કે એના લશ્કરી વડા મથક પેન્ટાગોનનાં એક વરિષ્ઠ અધિકારીએ પાકિસ્તાનને આજે એવુ અલ્ટીમેટમ આપ્યું છે કે જો આગામી બે સપ્તાહમાં પાકિસ્તાનમાંથી તાલીબાનોની સંપૂર્ણ હકાલપટ્ટી નહી કરવામાં આવે તો એ ઓપરેશન ખુદ અમેરિકન લશ્કર પાકિસ્તાનમાં ધામા નાખીને કરશે અને એનુ પરિણામ એટલુ ખરાબ આવશે કે પછી એ લશ્કર જલદી પાકિસ્તાનમાંથી વિદાય થશે નહી. એ કેટલી કમાલની વાત છે કે ભારતનુ એક આખુ રાજય પંજાબ એક જમાનામાં આતંકવાદના સકંજામાં એટલુ આવી ગયુ હતુ કે આખા દેશમાં લોકો પંજાબી નાગરિકને જુએ એટલે એને આતંકવાદી માની લેવામાં આવતો લગભગ આખુ પંજાબ ભારત સરકારનાં કાબુ બહાર જતુ રહ્યું હતુ અને ધર્મનાં ઓથા હેઠળ સુવર્ણ મંદિરમાં છુપાઇને સંત ભિંદરાનવાલે અને તેમના સાથીદારોએ પંજાબને સ્વતંત્ર ખાલીસ્તાન રાષ્ટ્ર તરીકે પણ જાહેર કરી દીધુ હતુ. એ સંજોગોમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ભારતીય સૈન્યની મદદથી પંજાબમાં બ્લુસ્ટાર ઓપરેશન શરૂ કર્યુ હતુ અને આખા પંજાબમાંથી એક જ ધડાકે આતંકવાદને નિર્મૂળ કરી દીધો હતો એટલુ જ નહી પંજાબી પ્રજા પ્રત્યે ભારતમાં જન્મેલો તિરસ્કાર પણ તેમણે સાથોસાથ નિર્મૂળ કર્યો અને પંજાબને ફરી મુખ્ય રાષ્ટ્રીય પ્રવાહમાં ભેળવી દીધું અલબત એ માટે એણે પોતાની મહામુલી જિંદગીની કુરબાની આપવી પડી. બરાબર એજ રીતે પાકિસ્તાનમાંથી તાલીબાનોની સાફસુફી કરવાનુ કામ અત્યારે તાત્કાલીક યુઘ્ધનાં ધોરણે અમેરિકા ઇચ્છે છે અને એટલા માટે એણે આજે બે અઠવાડિયાનુ અલ્ટીમેટમ આપ્યુ છે પરંતુ આખી દુનિયા જાણે છે કે રાયને રેતી ભેગા થઇ જાય પછી એને જુદા પાડવાનુ કામ સહેલુ નથી તે રીતે પાકિસ્તાનનાં મુસ્લિમોમાં ભળી ગયેલા અફઘાનિસ્તાનનાં મુસ્લિમો અને એમા વળી રહેલા તાલીબાનોને હાંકી કાઢવાનુ કામ તો પછીનું છે પરંતુ પહેલા એને શોધી કાઢવાનુ કામ જ અઘરૂ છે. કારણ કે પાકિસ્તાનનાં સરહદી પ્રાંતની પ્રજાનો એક ઘણો મોટો વર્ગ તે તાલીબાનોને આશ્રય આપે છે એટલે જયાં પાકિસ્તાની નાગરીકો જ સામે ચાલીને અફઘાન લોકોને પોતાનાં માનવંતા મહેમાનો બનાવી રહ્યા છે ત્યાં આખુ ઓપરેશન મુશ્કેલ છે. દસ વર્ષ પહેલા જે ધંધા પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં કર્યા છે એ જ ધંધા અત્યારે અફઘાનિસ્તાન હવે પાકિસ્તાનમાં કરી રહ્યું છે. એકમાત્ર અમેરિકાને જ એ વાતની ચિંતા છે કે સૂર્ય ઉગે છે અને આથમે છે તેની વચ્ચે તાલીબાન સમગ્ર અમેરીકાને ખતમ કરવા માટેની યોજનામાં એક ડગલુ આગળ વધે છે જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ અમેરિકા પરનુ સંકટ ઘેરૂ બનતુ જાય છે.આતંકવાદએ આમ તો અવિરત ચાલતુ યુઘ્ધ છે પરંતુ એમાં યુદ્વ માટેની તૈયારીઓ કયારે થાય છે અને હુમલો કયારે થાય છે એની કોઇને ખબર પડતી નથી મેદાન વિનાનુ આ યુદ્વ અમેરિકાની શાંતિ માટે હવે તો કાયમી રીતે લટકતી તલવાર છે. તાલીબાનો પોતાની આતંકવાદી વિચારધાની આંતરરાષ્ટ્રીય માનવતા ઝંખે છે. અફઘાનિસ્તાનમાં પણ હજુ પુનર્વાસનાં નામે પ્રચ્છન્ન રીતે અમેરીકી લશ્કરની હાજરી છે જે રીતે ઇરાકમાં પણ સ્થાનિક પ્રજાની ઇચ્છા વિરૂદ્વ અમેરિકી સૈનિકો બગદાદ સહિતના શહેરોની શેરીઓમાં ઘુમી રહ્યા છે પાક્સ્તાિનનું ઝરદારીના નેતૃત્વવાળુ સરકારી તંત્ર કોઇ પણ રીતે પાક લશ્કર પાસેથી પોતાના સરહદી વિસ્તારોમાં છવાયેલા તાલીબાનોને હાંકી શકે તેમ નથી કારણ કે એ તાલીબાનોને પાકિસ્તાનનાં ધર્મગુરૂઓનું સુરક્ષા કવચ પ્રાપ્ત છે આ સંજાોગોમાં જો પાક લશ્કર સરહદના નાગરીક ક્ષેત્રોમાં કોઇ મોટુ ઓપરેશન પાર પાડવા જાય તો દેશભરમાં ધર્મગુરૂઓએ ઇશારો કરેલા એવા મોટા તોફાનો ફાટી નીકળવાની દહેશત રહે છે અને ઝરદારીનુ શાસન જોતજોતામાં હાલકડોલક થઇ જાય તેમ છે.ઝરદારીની હાલત અત્યારે સૌથી ખરાબ છે, મુશરર્ફ અને નવાઝ શરીફ તો જીવતા રહી ગયેલા પાક વડાઓ છે પરંતુ ઝરદારી ઉપર તો લશ્કરનાં કમાન્ડરોની કાતિલ નજર છે ગમે ત્યારે પાકિસ્તાનમાં લશ્કરી વડો રાષ્ટ્ર પ્રમુખ બની બેસે એવી સંભાવના છે. આ તમામ સંજોગોની વચ્ચે બે સપ્તાહ આમ રમતા રમતા નીકળી જવાના છે અને ત્યાર પછી અમેરિકા દ્વારા પાકિસ્તાનનું ઓપરેશન તાલીબાન હાથ ધરાશે ત્યારે આ પતના આરે આવેલા આપણા પાડોશી દેશની જે હાલત થશે એ જોઇને દુશ્મન હોવાથી રાજી થવાને બદલે આપણને દયા આવશે એમ લાગે છે.  

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Gujarat host IPL narendra modi અમદાવાદ અમીતાભ બચ્ચન આઇપીએલ આતંકવાદ આધુનિક શાસન આર.આર.શેઠ કાઠિયાવાડ કીર્તિ સ્તંભ કોંગ્રેસ કોપીરાઇટ એકટ ક્રિકેટ ગાંધી સાહિત્ય ગિજુભાઇ ગુજરાત ગુજરાતી ચોમાસુ ચોરવાડ જમાઈ જિનાલય જૈન દેરાસર જૈનપુરી ઝવેરચંદ મેઘાણી ડાબેરી પક્ષો દુઘર્ટના નરેન્દ્ર મોદી પાષાણ કળા પ્રતિમા પ્રતિષ્ઠા પ્રવીણ પ્રકાશન પ્રસાર પ્રાદેશિક પક્ષો પ્રિટી ઝિન્ટા ફિનિકસ પંખી બાળસાહિત્ય ભગવતગૌમંડલ ભાંડારકર ઇન્સ્ટિટયુટ મતદાન મતાધિકાર મહાભારત મહાવીર ભગવાન મિચ્છામિ દુક્કડમ મિસ્ત્રી મુદ્રા પ્રકાશન મોદી રમેશ પારેખ રાજકારણી રાજનગર રાષ્ટ્રીય હિત રાહુલ ગાંધી રિવોલ્યુશનરી લોકપરિષદ લોકમત લોકમિલાપ લોકશાહી વરસાદ વાહગુજરાત વાહસમાચાર વિચાર વિદ્વત્તાપૂર્ણ વિષાદ વેવાઈ શિક્ષણ શ્રી શાન્તિસાગર સૂરિજી સખળ ડખળ સત્યના પ્રયોગો સત્યાગ્રહનો ઇતિહાસ સમાચાર2 સહારા સમય સૌરાષ્ટ્ર સ્લમડોગ હઠીસિંહ હૈદરાબાદ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 14 other followers

મુલાકાતીઓ

  • 32,395 hits

તાજેતરની પોસ્ટ્સ

%d bloggers like this: