અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

ગુજરાતના ચુંટણી પરીણામની ચર્ચા એ લોકોજ કરે છે જે ગુજરાતને ઓણખતા નથી

ચૂંટણીનાં પરિણામો વિશે જુગારિયાઓમાં જબરજસ્ત સટ્ટો ચાલી રહ્યો છે. જેમ જેમ પરિણામની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ સટ્ટાખોરો સંભાવનાને જાણે કે, હકીકત હોય તે રીતે બજારમાં ઉછાળી રહ્યા છે. બે માંથી એક ઉમેદવાર હારવાનાં છે અને એક જીતવાના છે. નવાઇની વાત તો એ છે કે, સામાન્યજનો પણ હવે સટ્ટા ભાવો જાણીને ચૂંટણીના પરિણામોનો અંદાજ લગાવવા લાગ્યા છે. કોણ જીતશે એ માટે દરેક મત વિસ્તારનો પોતાનું આગવું ગણિત હોય છે. અને આ રંગરસીયાઓ મોડી રાત સુધી અંદાજ લગાવતા ફરે છે. અને આ મહાન આંતરરાષ્ટ્રીય પ્રશ્વ્નની ચર્ચા ગુજરાતની ગલીઓમા ઠેર ઠેર ચાલે છે, આ ચર્ચાનાં સાર ઉપર તટસ્થાપૂર્વક નજર નાખવા જેવી છે. કોંગ્રેસના ટેકેદારો એમ કહે છે કે, જે કંઇ મતદાન થયું છે એમાં ૬૦થી ૭૦ ટકા મતદાન કોંગ્રેસ તરફી થયું છે. આજે શહેરોની બજારમાં ગામડેથી આવતા કોઇ પણ માણસને પુછશો તો કહેશે કે, કોંગ્રેસ જીતે એવું લાગે છે. એની સામે ભાજપનાં ટેકેદારોની દલીલ એવી છે કે, બપોરનાં ૧૨ વાગ્યા સુધી તો ૧૦ટકા જ મતદાન થયું હતુ, ૧૨ વાગ્યા પછી ભાજપનાં કાર્યકરોએ જ મતદારોને મતદાન કરવાની પ્રેરણા આપી છે. એટલે બાર પછી, જે મતદાન થયું એમાં કોંગ્રેસનાં બાર વાગી જવાના છે અને ભજપનાજ ઉમેદવાર જીતી જવાના છે. જયોતિષીઓમાં પણ મતભેદો છે. એક વસ્તુ યાદ રાખો મતદારોનાં પેટમાં શું છે એના વિશેનો બૈાદ્વિક વ્યાયામ એ લોકો જ કરે છે જેઓ ગુજરાતને ઓળખતા નથી. ગુજરાતનું અને કાચબાનું પેટ કયારેય જાણી શકાતુ નથી. આ કહેવતને સારી રીતે બનાવવા હોય તો એમ કહી શકાય કે, કાચબાનું પેટ, સ્ત્રીનું મન અને ગુજરાતનું પેટ કયારેય જાણી શકાતુ નથી. છતાં દિવસ અને રાત અત્યારે એક જ ચર્ચા ચાલે છે કે કોણ જીતશે અને કોણ હારશે ? ગાંધીનગરમાં અડવાણી કેટલી લીડથી જીતે છે ત્યાંથી શરૂ થયેલી ચર્ચા હવે અડવાણી હારે સુધી પહોચી ગઇ છે. લોકચર્ચાનું તો એવુ છે કે, આરંભે શું હોય અને અંતે શું હોય ? રાજયનાં મહારાણીને મઘ્યરાત્રીએ કુંવરનો જન્મ થયો, કુંવર સહેજ કાળો હતો એટલે દાસીઓએ જનાનખાનાની બહાર સંદેશો મોકલાવ્યો કે મહારાણી સાહેબાને કુંવરનો જન્મ થયો છે પણ સહેજ કાળો છે વાત આગળ ચાલી કુંવરનો જન્મ થયો છે અને કાળો કાળો કાગડા જેવો છે. એ સમયે રાજા જંગલમાં શિકાર કરવા રોકાયો હતો ત્યાં સમાચાર પહાંેચ્યા કે મહારાણીને કાગડાઓનું ઝુંડ અવતર્યુ છે. એટલે લોકચર્ચામાં તો તમને જે સાંભળવા મળે એનું ગરણુ ગોતવું પડે અને વાતને બહુ ગાળવી – ચાળવી પડે.અત્યારે બજારમાં આવી જ ચર્ચાઓ જ ચાલે છે. સુરતના અને રાજકોટનાં સટ્ટાખોરો ધૂમ રમી રહ્યા છે. ગુજરાતનાં ચાર – પાંચ નામાંકિત સટ્ટાખોરો પણ આ સટ્ટામાં છે. જેમ જેમ પરિણામનાં દિવસો નજીક આવતા જાય છે એમ સટ્ટાનાં આંકડાઓ વધતા જાય છે એટલે કે વધુને વધુ રકમનાં સટ્ટા લાગી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીઓમાં જેમ કોંગ્રેસ કે ભાજપનો નિર્ણય છેલ્લી ઘડી સુધી લોકો લઇ શકયા ન હતા તે જ રીતે અત્યારે કોંગ્રેસ કે ભાજપનો નિર્ણય પણ લેવાનુ કામ મુશ્કેલ છે. પરંતુ ગુજરાતની ગલીઓમા મોડી રાત સુધી જે ચર્ચાઓ ચાલે છે એ તો એટલી બધી રસપ્રદ હોય છે કે તમને ઘડીભર એમ લાગે કે આ ચર્ચા કરનારા લોકો જ ખરેખર સંસદસભ્ય થવાને લાયક છે કારણ કે, તે લોકો એમાં એટલા બધા ઓતપ્રોત હોય છે જાણે કે, પરિણામ આવે કે તુરત એમને જ દિલ્હી ન જવાનું હોય ? મોડીરાત્રીના આ સમયે પેલા બંને પક્શના ઉમેદવારો તો પોતાને ઘરે હિંચકે બેસીને તરબુચ કે આઇસક્રીમ ખાતા હોય છે. ખેર, જો હોના હૈ, સો તો હોના હી હૈ. જાનકી નાથે ખરેખર એ જાણી જ લીધુ હોય છે કે સવારે શું થવાનુ છે. પરંતુ આપણને ખબર હોતી નથી કે, સવારે શું થવાનુ છે ? ૧૬મી તારીખ સુધી ધીરજ રાખવાનું કામ ગુજરાતનાં નાગરિકો માટે અઘરુ નથી કારણ કે તેઓ માટે આ રસનો વિષય છે અને ગુજરાતીઓની મોટી મુશ્કેલીતો એ હશે કે 17 તારીખ પછી આ વેકેશન મા કરશુ શુ ? કેમ કે જે માટે રોજ વાતો અને પંચાત કરવામા રાત્રે સમય વીતી જતો હતો તે હવે કેવી રીતે વીતાવવો

જય જય ગરવી ગુજરાત વાહગુજરાત

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

સંશોધક

Gujarat host IPL narendra modi અમદાવાદ અમીતાભ બચ્ચન આઇપીએલ આતંકવાદ આધુનિક શાસન આર.આર.શેઠ કાઠિયાવાડ કીર્તિ સ્તંભ કોંગ્રેસ કોપીરાઇટ એકટ ક્રિકેટ ગાંધી સાહિત્ય ગિજુભાઇ ગુજરાત ગુજરાતી ચોમાસુ ચોરવાડ જમાઈ જિનાલય જૈન દેરાસર જૈનપુરી ઝવેરચંદ મેઘાણી ડાબેરી પક્ષો દુઘર્ટના નરેન્દ્ર મોદી પાષાણ કળા પ્રતિમા પ્રતિષ્ઠા પ્રવીણ પ્રકાશન પ્રસાર પ્રાદેશિક પક્ષો પ્રિટી ઝિન્ટા ફિનિકસ પંખી બાળસાહિત્ય ભગવતગૌમંડલ ભાંડારકર ઇન્સ્ટિટયુટ મતદાન મતાધિકાર મહાભારત મહાવીર ભગવાન મિચ્છામિ દુક્કડમ મિસ્ત્રી મુદ્રા પ્રકાશન મોદી રમેશ પારેખ રાજકારણી રાજનગર રાષ્ટ્રીય હિત રાહુલ ગાંધી રિવોલ્યુશનરી લોકપરિષદ લોકમત લોકમિલાપ લોકશાહી વરસાદ વાહગુજરાત વાહસમાચાર વિચાર વિદ્વત્તાપૂર્ણ વિષાદ વેવાઈ શિક્ષણ શ્રી શાન્તિસાગર સૂરિજી સખળ ડખળ સત્યના પ્રયોગો સત્યાગ્રહનો ઇતિહાસ સમાચાર2 સહારા સમય સૌરાષ્ટ્ર સ્લમડોગ હઠીસિંહ હૈદરાબાદ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 14 other followers

મુલાકાતીઓ

  • 32,657 hits

તાજેતરની પોસ્ટ્સ

%d bloggers like this: