અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

એક બંગલા બને ન્યારા ઃ ઘરનાં ઘરનું સ્વપ્ન હવે તેજી મંદીનાં ચક્રમાં સ્વપ્ન જ રહેશે ?

રાજકોટમાં જમીન અને મકાનનાં તેજી મંદીનાં ચક્રમાં ફરી મંદી આવવાનો અણસાર છે. રાજકોટમાં મુખ્યત્વે દેશનાં વિવિધ ઉદ્યોગપતિઓનુ જમીન મકાનમાં કરોડો રૂપિયાનું બેનામી રોકાણ છે. રાજકોટ અને અમદવાદમાં તફાવત એ છે કે, અમદાવાદમાં મુખ્યત્વે મકાન માલિકો જ પોતાનાં મકાનમાં વસવાટ કરે છે. જયારે રાજકોટમાં કોઇપણ સ્કિમમાં એક સાથે દસ દસ ફલેટો કેે બંગલાઓ કે ટેનામેન્ટો અને કંઇ નહિ તો પ્લોટો મોટા ઉદ્યોગપતિઓએ રોકાણ માટે ખરીદેલા છે. એને કારણે જેને ખરેખર જરૂરીયાત છે એવા લોકોને વ્યાજબી ભાવે મકાન મળતુ નથી અને ઇન્વેસ્ટરોની સંપત્તિ પડી પડી બે-ચાર ગણી મૂલ્યવાન થાય છે. એની સામે રોકાણકારોનું કહેવુ એમ છે કે, રાજકોટમાં ડાયમંડ કે ગોલ્ડની સરખામણીમાં રીઅલ એસ્ટેટમાં વળતર વધારે ઊંચુ છે તો શા માટે એમાં રોકાણ ન કરવું ? અમદાવાદમાં આજે મકાનોના જે ભાવો છે તે મુખ્યત્વે સાચા ભાવો છે એને કારણે ત્યાંની બજારમાં માર્કેટ પ્રાઇઝ પ્રમાણે તમે મકાન વેચવાનું નક્કિ કરો તો લાખ રૂપિયા વધારે મળવાની સંભાવના છે. એની સામે રાજકોટમાં તમારા મકાનની કે પ્લોટની બજાર કિંમત ઘણી ઊંચી જાણવા મળશે. પરંતુ જયારે તમે એને વેચવાનો નિર્ણય  કરશો ત્યારે ગ્રાહક મળશે નહિ. રાજકોટમાં જે લોકોએ અગાઉનાં જૂના ભાવે રોકાણ કરેલા છે એમને તો હાલની ઘટતી બજારમાં વેચવામાં બહુ વાંધો નહિ આવે પરંતુ તેજીની બજારમાં જેમણે રોકાણ માટે મકાનો ખરીદી રાખેલા છે એમને અત્યારે ઘટતી બજારે મકાન વેચવા પોસાય તેમ નથી. રાજકોટમાં કાલાવાડ રોડ એવું લખેલુ હોય પરંતુ હકીકતમાં એ રોડ રાજકોટથી ત્રીસ કિલોમીટર દૂરનાં કોઇ ગામની સીમમાં આવેલી સ્કિમની જાહેરાત હોય. રાજકોટમાં ફલેટોની સરખામણીમાં હજુ માલિકીનાં બંગલાઓ અને ટેનામેન્ટનો ક્રેઝ છે. મઘ્યમ વર્ગનાં લોકો પણ નાછુટકે કંઇ નહિ તોય ડુપ્લેકસ પસંદ કરે છે. એની સામે અમદાવાદમાં ખાસ કરીને સરખેજ અને ગાંધીનગર વચ્ચેનાં વિસ્તારમાં હાઇવેની બંને બાજુ  વિકસતી નવી સોસાયટીઓમાં બંગલાઓની સ્કિમો વ્યાજબી ભાવે વેચાયેલી છે અને વેચાતી રહે છે. પરંતુ એની કમાલ એ છે કે, એ બધી જ જગ્યાએ મુખ્યત્વે માલિકીના મકાનો છે. સારુ મકાન અમદાવાદમાં ભાડે લેવું હોય તો હવે મળવું મુશ્કેલ છે. એની સામે રાજકોટમાં રોકાણકારોનાં જથ્થાબંધ મકાનો ખાલી પડયા છે તે ભાડે આપીને તેમાંથી વ્યાજનો ઘસારો લેવાની કોશિશ કરે છે. આપીને એમને માટે મકાનોની યોજનાઓ ઘડી છે. છેલ્લા એક વરસનો જ હિસાબ જુઓ તો ખ્યાલ આવશે કે, માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કુલ દોઢ લાખ લોકોને મફત કે ટોકન કિંમતે પ્લોટની ફાળવણી કરી છે. એક વ્યક્તિને રૂપિયા પંચાવન હજારનો ચેક એવા કુલ એક લાખ એસી હજાર લોકોને આવા ચેક હાથોહાથ આપ્યા છે. છેલ્લા એક જ વરસમાં તેમણે યોજેલા રાજયવ્યાપી કુલ ત્રણસો ઓગણપચાસ ગરીબ કલ્યાણ મેળામાં કુલ રૂપિયા ૪૪૦૦ કરોડ ગરીબ લોકોને તેઓ ફાળવી ચુકયા છે. ટીકાકારો ભલે એમ કહે કે કેન્દ્ર સરકારનું જ ફંડ વાપરીને શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી કોંગ્રેસને સાફ કરી નાખી. પરંતુ એ માટે પણ ઘણી ઉચ્ચ કક્ષાની આવડતની જરૂર પડે છે. જે એમનામાં છે જ. ગરીબ લોકોને મળેલા આ પ્રકારનાં વિવિધ સરકારી પ્લોટ અને આર્થિક સહાયથી તેમાંના મોટાભાગનાં લોકોને ઘરનુ ઘર થઇ ગયું છે અથવા થઇ રહ્યું છે.
સૌથી ગંભીર પરિસ્થિતિ ઉચ્ચ મઘ્યમવર્ગની છે. કારણ કે, એમને ન તો કોઇ પ્રકારની સહાય મળે છે અને ન તો એ શહેરોમાં વિકસી રહેલા સિમેન્ટ ક્રોંક્રિટના જંગલમાં પોતાનું  ઘર ખરીદી શકે છે. મકાનોની લોનો તો ચોતરફ જોઇએ એટલી મળે છે. પરંતુ એના જંગી હપ્તાઓ ભરવાની ક્ષમતા ઉચ્ચ મઘ્યમવર્ગને નથી. કારણ કે, ઘરનો નિભાવખર્ચ જ એટલો ઊંચો જતો રહ્યો છે કે, એમાંથી વધારાનાં નાણાં તારવવાનુ કામ મુશ્કેલ છે. ઇતર ખર્ચાઓ પણ નજરે દેખાતા ન હોવા છતાં જાલીમ વધી ગયા છે. એની સામે જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ પણ પડતરે ઘણી મોંઘી પડવા લાગીે છે. સૌરાષ્ટ્ર જેવા પ્રદેશોમાં તો સામાજિક વ્યવહારો જ એટલા વ્યાપક હોય છે કે, ઘણીવાર ઘરનાં વાર્ષિક કરિયાણાના ખર્ચ કરતા કુલ યવહારિક ખર્ચ વધી જાય છે. આ સંજોગોમાં ઉચ્ચ મઘ્યમવર્ગ ભિંસાવા લાગ્યો છે. એટલે એમાંથી જેને ઘરનું ઘર બાકી રહી ગયુ હોય તેમને હવે ઘરમાં સંતાનો મોટા થયા પછી અને કંઇ ઉકાળે તેવા થાય તો નવી આવકો ઊભી થાય ત્યારે જ ઘરના ઘરની વાત થઇ શકે તેમ છે. ત્યા સુધી તો એમણે પ્રતિક્ષા કરવી પડે અને પ્રતિક્ષામાં દંપતીઓની સમગ યુવાની પસાર થઇ જાય છે.. છેલ્લા કેટલાક સમયથી રાજયમાં માલિકીના મકાનની પરિસ્થિતિ જે બદલાઇ ગઇ છે તેનું આ એક ઉતાવળુ અને સર્વગ્રાહી ચિત્ર છે. અસ્તુ.

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Information

This entry was posted on નવેમ્બર 9, 2010 by in મનની વાત.

સંશોધક

Gujarat host IPL narendra modi અમદાવાદ અમીતાભ બચ્ચન આઇપીએલ આતંકવાદ આધુનિક શાસન આર.આર.શેઠ કાઠિયાવાડ કીર્તિ સ્તંભ કોંગ્રેસ કોપીરાઇટ એકટ ક્રિકેટ ગાંધી સાહિત્ય ગિજુભાઇ ગુજરાત ગુજરાતી ચોમાસુ ચોરવાડ જમાઈ જિનાલય જૈન દેરાસર જૈનપુરી ઝવેરચંદ મેઘાણી ડાબેરી પક્ષો દુઘર્ટના નરેન્દ્ર મોદી પાષાણ કળા પ્રતિમા પ્રતિષ્ઠા પ્રવીણ પ્રકાશન પ્રસાર પ્રાદેશિક પક્ષો પ્રિટી ઝિન્ટા ફિનિકસ પંખી બાળસાહિત્ય ભગવતગૌમંડલ ભાંડારકર ઇન્સ્ટિટયુટ મતદાન મતાધિકાર મહાભારત મહાવીર ભગવાન મિચ્છામિ દુક્કડમ મિસ્ત્રી મુદ્રા પ્રકાશન મોદી રમેશ પારેખ રાજકારણી રાજનગર રાષ્ટ્રીય હિત રાહુલ ગાંધી રિવોલ્યુશનરી લોકપરિષદ લોકમત લોકમિલાપ લોકશાહી વરસાદ વાહગુજરાત વાહસમાચાર વિચાર વિદ્વત્તાપૂર્ણ વિષાદ વેવાઈ શિક્ષણ શ્રી શાન્તિસાગર સૂરિજી સખળ ડખળ સત્યના પ્રયોગો સત્યાગ્રહનો ઇતિહાસ સમાચાર2 સહારા સમય સૌરાષ્ટ્ર સ્લમડોગ હઠીસિંહ હૈદરાબાદ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 14 other followers

મુલાકાતીઓ

  • 32,395 hits

તાજેતરની પોસ્ટ્સ

%d bloggers like this: