અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

પાકિસ્તાન જવું પણ ઓસ્ટ્રેલિયા ન જવ ગુજરાતીઓ ઝડપથી તંબુ ઉઠાવી રહ્યા છે

દિવાળીના વેકેશન પછી એટલે કે લગભગ ડિસેમ્બર અંતમાં ઓસ્ટેલિયાથી સંખ્જયાબંધ ગુજરાતી પરિવારો શેતરંજી સંકેલીને વતન પાછા આવી રહ્યા છે. ઓસ્ટ્રલિયામાં આમ તો ગુજરાતીઓ ઘણાં સુખી હતા અને છેલ્લા ઘણાં વર્ષોથી તેઓ ત્યાં સેટ થયેલા હતા. પરંતુ છેલ્લા દસ વર્ષમાં વિદ્યાર્થી તરીકે જે ગુજરાતીઓ ઓસ્ટ્રેલિયા ગયા અને ત્યાં જ રોકાઇ ગયા એને કારણે ત્યાંના વતનીઓને ગુજરાતીઓથી વિશેષ પ્રકારનો ભય લાગ્યો. ગુજરાતીઓ એક પ્રકારની ઘુસણખોર પ્રજા છે એવી છાપ પશ્ચિમમાં ઘર કરતી જાય છે. એકવાર તમે થોડાક ગુજરાતીઓને આવવા દો અને સેટ થવા દયો પછી એમનાં મામા-માસી અને કાકા કાકીની આખી ફોજ ધીરે ધીરે તિડનાં ટોળાની જેમ ઉતરી આવે છે અને જોતજોતામાં એ અર્થતંત્રનો એક ભાગ બની જાય છે.  ગુજરાતીઓની વ્યાપારી બુદ્વિથી આખી દુનિયા વાકેફ છે. ગુજરાતી કદી ખોટ કરતો જ નથી. દેખીતી રીતે એ ગમે તેવો દેખાતો હોય પણ વ્યાપાર અને વાણિજયમાં એના કામકાજ હંમેશા જોરમાં હોય છે. ધીરુભાઇ અંબાણી પાસે કોઇ  બીઝનેસ ન હતો ત્યારે પણ તેઓ મુંબઇમાં હોટલ તાજમાં પાર્ટી રાખતા હતા. મુકેશનો જન્મ થઇ ગયો હતો અને અનીલનો જન્મ થવાનો બાકી હતો. એ અરસામાં તેઓ ધર્મપત્નિ કોકિલાબેનને લઇને મુંબઇન  ચોપાટી પર ફરવા નીકળતા ત્યારે માત્ર  ખારીશિંગ જ ખરીદી શકતા હતા. એવા દિવસોમાં પણ ધીરુભાઇ અંબાણી પોતાની શાખ વધારવા માટે અન્ય વેપારીઓને અને બોમ્બે પોર્ટનાં એજન્ટોને પાર્ટી આપતા રહેતા હતા. તેમાંથી તેઓ ક્રમશઃ આગળ વધતા ગયા અને જિંદગીની નવી જ ક્ષિતિજો અને નવી જ  ઊંચાઇ તેમણે હાંસલ કરી. ગુજરાતીઓ પાસે કોઇક એવું અજબ રસાયણ છે કે તેઓ જેમાં ઝંપલાવે છે તેમા સુખી થઇ ને જ રહે છે. ઓસ્ટ્રેલિયાને પણ  ગુજરાતીઓનો આ સ્વભાવ જ કદાચ નડે છે. ગુજરાતીઓની ક્રમશઃ થતી જમાવટથી કાંગારુઓ ડરી ગયા છે. પરંતુ આને કારણે ગુજરાતમાં રહેલી ઓસ્ટ્રેલિયન એજન્સીઓની હાલત અત્યંત ખરાબ થઇ ગઇ છે. અમદાવાદ, વડોદરા અને સુરતમાં આવેલી ઓસ્ટ્રેલિયન એજયુકેશનલ કન્સલ્ટન્સી જેવા જુદા જુદા નામે ઓફિસ ચલાવતા અને  અહીંથી નિયમીત રીતે વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓમાં એડમિશન અપાવનાર લોકોની હાલત તો એટલી ખરાબ થઇ ગઇ છે કે, તેઓમાંથી કેટલાક તો ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે. કારણ કે, ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે મારામારી થવાથી જે વિદ્યાર્થીઓ ત્યાંથી ભાગીને ભરત આવતા રહ્યા તેમનાં વાલીઓ આ ઓફિસો પાસે યુનિવર્સિટીઓમાં ભરેલા હજારો ડોલર તેઓ પાછા  ાંગી રહ્યા છે. વિદ્યાર્થીઓ કે જેમને એડમિશન મળી ગયું હતુ અને અહીંની ઓફિસે ફી ભરી દેવામાં આવીે હતી પરંતુ દરમિયાનમાં ઓસ્ટ્રેલિયામાં મારામારી થતાં જે વિદ્યાર્થીઓ અહીંથી ગયા જ નહિ તેમની ફી પાછી લેવા માટે વાલીઓ પેલી મોટા રંગીન પાટીયાવાળી અને વેલ ફર્નિશ્ડ એરકંડિશન્ડ ઓફિસોમાં ધક્કા ખાતા ખાતા હવે દંગલ મચાવ્યા લાગ્યા છે અને એડમિશન અપાવનારી સંસ્થાઓ પર તેઓ પોલીસ કેસ પણ કરવા લાગ્યા છે કારણ કે, એડમિશન અપાવનારી એ સંસ્થાઓને હવે ઓસ્ટ્રેલિયન એમ્બેસી પાસેથી પૈસા પાછા લેતા નાકે દમ આવી રહ્યો છે. સ્વાભાવિક છે કે, શિક્ષણ સંસ્થામાં તમે ફી ભરો પછી તમે પોતે ભણવા ન જાઓ તો કોઇ શિક્ષણ  સંસ્થા ફી પાછી આપતી નથી અને પાછી આપે તો એ શિક્ષણ સંસ્થા ચાલે શી રીતે ?તમારે ફી ભરતા પહેલા જ બધો વિચાર કરી લેવાની જરૂર હતી. આમ પાછા ગુજરાતીઓ અશાંતિમાં જીવી શકે તેવા નહિ એટલે ઓસ્ટ્રેલિયામાં થોડાક જ બનાવો બનતા સમગ્ર ગુજરાતીઓમાં ઓસ્ટ્રેલિયાથી ભાગો, કાંગારુથી ભાગો એવા નારા સાથે નાસભાગ શરૂ થઇ ગઇ છે. આ ડિસેમ્બર તો મોટાભાગનાં ત્યાં સ્થાયી થયેલા ગુજરાતી વેપારીઓ અમદાવાદ રાજકોટ સુરતમાં શાહી ઠાઠથીપાછા આવી રહ્યા છે. એક પણ ગુજરાતી વાલી પોતાનાં સ તાનને હવે ઓસ્ટ્રેલિયા મોકલવાની ઇચ્છા રાખતા નથી. દેશભરનાં વિવિધ રાજયોનાં અનેક વિદ્યાર્થીઓ હેમખેમ પાછા આવી ગયા છે અને બાકીનાં ટુંક સમયમાં પાછા ફરી રહ્યા છે.

Advertisements

2 comments on “પાકિસ્તાન જવું પણ ઓસ્ટ્રેલિયા ન જવ ગુજરાતીઓ ઝડપથી તંબુ ઉઠાવી રહ્યા છે

  1. rajeshpadaya
    નવેમ્બર 10, 2010

    ઘણા જ પીડાદાયક સમાચાર છે, પણ હવે લોકોએ ચેતવુ જ રહ્યુ, પોતાની ભલાઈ જોવી એ વધુ ઉત્તમ છે, ભલે ભારતમાં નહિ તો અન્ય દેશોમાં સ્થાઈ થઈને કાંગારુઓને દેખાડી દેવુ રહ્યુ, શરીર બળથી નહિ પણ વ્યાપારીક અને ભણતર બુધ્ધિ બળથી જ હો……

  2. પરાર્થે સમર્પણ
    નવેમ્બર 10, 2010

    ભાઈ શ્રી સંજયભાઈ ,

    પરદેશ જવાની લાલચમાં કોઈ પણ જાતનો વિચાર કર્યાં વગર

    ઉતાવળું પગલું ભારત માબાપ અને વિદ્યાર્થીઓએ વાચવા જેવી

    અલભ્ય માહિતી પૂરી પડી વિગતવાર લેખ બદલ ધન્યવાદ.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Information

This entry was posted on નવેમ્બર 9, 2010 by in મનની વાત, વાહબ્લોગ.

સંશોધક

Gujarat host IPL narendra modi અમદાવાદ અમીતાભ બચ્ચન આઇપીએલ આતંકવાદ આધુનિક શાસન આર.આર.શેઠ કાઠિયાવાડ કીર્તિ સ્તંભ કોંગ્રેસ કોપીરાઇટ એકટ ક્રિકેટ ગાંધી સાહિત્ય ગિજુભાઇ ગુજરાત ગુજરાતી ચોમાસુ ચોરવાડ જમાઈ જિનાલય જૈન દેરાસર જૈનપુરી ઝવેરચંદ મેઘાણી ડાબેરી પક્ષો દુઘર્ટના નરેન્દ્ર મોદી પાષાણ કળા પ્રતિમા પ્રતિષ્ઠા પ્રવીણ પ્રકાશન પ્રસાર પ્રાદેશિક પક્ષો પ્રિટી ઝિન્ટા ફિનિકસ પંખી બાળસાહિત્ય ભગવતગૌમંડલ ભાંડારકર ઇન્સ્ટિટયુટ મતદાન મતાધિકાર મહાભારત મહાવીર ભગવાન મિચ્છામિ દુક્કડમ મિસ્ત્રી મુદ્રા પ્રકાશન મોદી રમેશ પારેખ રાજકારણી રાજનગર રાષ્ટ્રીય હિત રાહુલ ગાંધી રિવોલ્યુશનરી લોકપરિષદ લોકમત લોકમિલાપ લોકશાહી વરસાદ વાહગુજરાત વાહસમાચાર વિચાર વિદ્વત્તાપૂર્ણ વિષાદ વેવાઈ શિક્ષણ શ્રી શાન્તિસાગર સૂરિજી સખળ ડખળ સત્યના પ્રયોગો સત્યાગ્રહનો ઇતિહાસ સમાચાર2 સહારા સમય સૌરાષ્ટ્ર સ્લમડોગ હઠીસિંહ હૈદરાબાદ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 14 other followers

મુલાકાતીઓ

  • 32,395 hits

તાજેતરની પોસ્ટ્સ

%d bloggers like this: