અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

પુત્રી, પત્ની અને માતા સ્વરૂપે મહાલક્ષ્મીનાં વિવિધ રૂપોનું દિવાળી ટાણે વિહંગાવલોકન

સમગ્ર ભારતમાં લક્ષ્મીેનું પૂજન વિશેષ રીત થાય છે. દક્ષિણ ભારતમાં મુખ્યત્વે લક્ષ્મી વિષ્ણુ સહિત પૂજાય છે.ત્યાં લક્ષ્મીનારાયણનો વિશેષ મહિમા છે. એનાં શિલ્પ મંડિત મંદિરોમાં ચોતરફ લક્ષ્મી અને વિષ્ણુનાં યુગલ સ્વરૂપો જોવા મળે છે. એની સામે પશ્ચિમ ભારતમાં લક્ષ્મી એકલી પૂજાય છે. કારણ કે, પશ્ચિમ ભારતમાં સમુદ્ર હોવાથી એ લક્ષ્મીનો પિયરપક્ષ છે. લક્ષ્મી સમુદ્રપુત્રી છે. વિષ્ણુપત્નિ છે. મહારાષ્ટ્રમાં આવેલી ઇલોરાની ગુફાઓમાં વિષ્ણુનાં ચરણ કમળની સેવા કરતી લક્ષ્મીનું અદ્દભુત અને વિરાટ શિલ્પ છે. ભારતીય સંસ્કૃતિ આદીકાળથી લક્ષ્મીપુજક રહી છે. કોણ જાણે વચ્ચેના કેટલાક વર્ષો દરમિયાન લક્ષ્મીથી વિમુખ પ્રજાનો ઇતિહાસ જોવા મળે છે જે સંકટોથી ભરેલો છે. પ્રાચીન સંસ્કૃત શાસ્ત્રોમાં ચોતરફ લક્ષ્મીનો અપાર મહિમા વર્ણવવામાં આવ્યો છે. અગ્નિ પુરાણમાં ત્રૈલોકય મોહિની લક્ષ્મીની અત્યંત સુંદર સ્તુતીઓ આપવામાં આવી છે. એ જ રીતે વૈદિક સંસ્કૃતિમાં પણ લક્ષ્મી પુજનનાં નિયમો અને ધોરણો છે. જો કે, આપણે ત્યાં ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે જેટલા યજ્ઞો થાય છે એટલા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે થતા નથી. તો પણ ભારતીય સંસ્કૃતિ લક્ષ્મી પુજક રહી છે. લક્ષ્મી વિશે ભારતીય શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, લક્ષ્મીવાન માણસમાં જ સર્વગુણો હોય છે એમ જગત માને છે. વાસ્તવિકતા જુદી હોય છે. પરંતુ જે પુરુષે પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત કરેલી લક્ષ્મીથી પોતાનાં પરિવારનું ભરણ પોષણ કર્યુ હોય તેને મૃત્યુ વેળાએ સ્વર્ગમાંથી દેવોનું વિમાન તેડવા આવે છે. તેવુ વર્ણન છે. લક્ષ્મીમાં પણ અધમ અને ઉત્તમ એવા વિવિધ પ્રકારોનું વર્ણન છે. આપ કમાઇની લક્ષ્મીેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે. ઓછી પણ પોતાની કમાયેલી હોય એ લક્ષ્મીને મનુષ્ય પૂર્ણ રીતે ભોગવી શકે છે અને એ જ લક્ષ્મી તેને સર્વપ્રકારે સુખ આપનારી નિવડે છે. પૂર્વજો દ્વારા પ્રાપ્ત કે વડિલો દ્વારા ઉપાર્જિત કે વારસામાં મળેલી કે વડિલોની પ્રવૃત્તિ પર નિર્ભર એવી લક્ષ્મીને શાસ્ત્રમાં મઘ્યમ પ્રકારની લક્ષ્મી કહેવામાં આવી છે. આવી લક્ષ્મીને પોતાના પુરુષાર્થ દ્વારા જો વ્યક્તિ બેવડાવે નહિ તો એ લક્ષ્મી એને ઓછુ સુખ અને વધુ દુઃખ આપનારી નિવડે છે. પત્નિનાં પિયર પક્ષ તરફથી એટલે કે, પુરુષનાં શ્વ્વસુર પક્ષ તરફથી વ્યાવહારિક પ્રસંગો સિવાય પ્રાપ્ત થતી અધમ લક્ષ્મી માનવામાં આવી છે. આવી લક્ષ્મી માણસનાં પુરુષાર્થનું હનન કરે છે એને નિષ્ક્રિય બનાવે છે અને એના જીવન ઉદ્વારનાં સર્વ દ્વારો બંધ કરી દે છે એટલે જ આપણે ત્યાં ઘરજમાઇની પ્રથાને બહુ પ્રોત્સાહન આપવામાં આવતુ નથી.લક્ષ્મી વિશે એમ પણ કહેવાય છે કે, એનું સ્વરૂપ પુત્રી જેવું, માતા જેવું કે પત્નિ જેવુ હોય શકે છે.માતા જેવા સ્વરૂપની લક્ષ્મી જેના ભાગ્યમાં હોય તેનું બાળપણ અને કિશોરાવસ્થા તથા તરૂણાવસ્થા સુખમાં પસાર થાય છે. પરંતુ યુવાનીથી તે માતાથી વિખુટો પડે છે અને એનું જીવન દુઃખમય પસાર થવા લાગે છે કે કારણ કે, લક્ષ્મી એને માતૃસ્વરૂપે મળી હોય છે. માતા છોકરો જુવાન થાય ત્યાં સુધી જ સંભાળ રાખે છે. જેને ભાગ્યમાં લક્ષ્મી પુત્રી સ્વરૂપે મળી હોય તેની મઘ્યવય સુખી પસાર થાય છે અને આધેડ વય પછી તેના દુઃખનાં દિવસો શરૂ થઇ જાય છે. કારણ કે, જેમ પુત્રની બીજે પરણાવવાની હોય તેમ એની લક્ષ્મી પણ ઉંમરલાયક થતા એની પાસેથી અન્યત્ર ગતિ કરી જાય છે. પરંતુ જેને લક્ષ્મી પત્નિ સ્વરૂપે મળી હોય તેને જીવનમાં યુવાનીથી સુખનો  પ્રારંભ થાય છે અને જીવનના અંત સુધી એ લક્ષ્મી એની સાથે રહે છે અને એને ખૂબ જ ધનવૈભવ અને સમૃદ્વિમાં રાખે છે તથા એવા લોકો પોતાનાં વારસદારોને પણ અપાર ધન આપતા જાય છે અને પાછલી અનેક પેઢીનું તેઓ કલ્યાણ કરતા જાય છે. દિવાળીના દિવસે અને એ પહેલા ધનતેરસનાં દિવસે આપણે ત્યાં લક્ષ્મીપુજનનો મહિમા છે. હકીકતમાં બેઠી લક્ષ્મીની પૂજા કરવાની હોય છે. પરંતુ શિવાકાશીમાં છપાયેલા કેલેન્ડરોમાંથી  તૈયાર થયેલા ફોટાઓમાં મોટાભાગની લક્ષ્મી ઊભીહોય છે. ઊભી લક્ષ્મીની પૂજા કરો એટલે તમારે ઘરે લક્ષ્મી ઊભા ઊભા આવે અને ઊભા વઇ જાય….પણ જો કમળનાં આસન પર બિરાજમાન લક્ષ્મીની પૂજા કરો તો એ જ મહાલક્ષ્મી છે જે તમારા સમગ્ર ઘર પરિવાર અને વ્યાપાર વ્યવસાયમાં સંપૂર્ણ સફળતા, યશ, અને અપાર ધન મેળવી આપે છે. લક્ષ્મી પુરાણ તો એટલુ વિશાળ છે અને એટલું આનંદદાયક છે કે, એને જાણવાથી સંસારમાં કોઇપણ પ્રકારનું દુઃખ રહેતુ જ નથી. આજે પણ કેટલાક વિદ્વાન બ્રાહ્મણો લક્ષ્મીરહસ્ય જાણે છે. પરંતુ ટીવી જોવામાંથી સમાજ નવરો થાય તો વિદ્વાનોને કે શાસ્ત્રોને સાંભળેને. લક્ષ્મીપુરાણની વધુ રસપ્રદ વાતો ફરી કોઇ વાર ત્યા સુધી જય મહાલક્ષ્મી…

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Information

This entry was posted on નવેમ્બર 9, 2010 by in મનની વાત, વાહગુજરાતી.

સંશોધક

Gujarat host IPL narendra modi અમદાવાદ અમીતાભ બચ્ચન આઇપીએલ આતંકવાદ આધુનિક શાસન આર.આર.શેઠ કાઠિયાવાડ કીર્તિ સ્તંભ કોંગ્રેસ કોપીરાઇટ એકટ ક્રિકેટ ગાંધી સાહિત્ય ગિજુભાઇ ગુજરાત ગુજરાતી ચોમાસુ ચોરવાડ જમાઈ જિનાલય જૈન દેરાસર જૈનપુરી ઝવેરચંદ મેઘાણી ડાબેરી પક્ષો દુઘર્ટના નરેન્દ્ર મોદી પાષાણ કળા પ્રતિમા પ્રતિષ્ઠા પ્રવીણ પ્રકાશન પ્રસાર પ્રાદેશિક પક્ષો પ્રિટી ઝિન્ટા ફિનિકસ પંખી બાળસાહિત્ય ભગવતગૌમંડલ ભાંડારકર ઇન્સ્ટિટયુટ મતદાન મતાધિકાર મહાભારત મહાવીર ભગવાન મિચ્છામિ દુક્કડમ મિસ્ત્રી મુદ્રા પ્રકાશન મોદી રમેશ પારેખ રાજકારણી રાજનગર રાષ્ટ્રીય હિત રાહુલ ગાંધી રિવોલ્યુશનરી લોકપરિષદ લોકમત લોકમિલાપ લોકશાહી વરસાદ વાહગુજરાત વાહસમાચાર વિચાર વિદ્વત્તાપૂર્ણ વિષાદ વેવાઈ શિક્ષણ શ્રી શાન્તિસાગર સૂરિજી સખળ ડખળ સત્યના પ્રયોગો સત્યાગ્રહનો ઇતિહાસ સમાચાર2 સહારા સમય સૌરાષ્ટ્ર સ્લમડોગ હઠીસિંહ હૈદરાબાદ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 14 other followers

મુલાકાતીઓ

  • 32,266 hits

તાજેતરની પોસ્ટ્સ

%d bloggers like this: