અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

નગર સંસ્કૃતિનાં વિકાસ માટે સરકારે તૈયાર કરેલો એકાઉન્ટસ ઓફિસરોનો કાફલો

દિવાળીનાં તહેવારો પુરા થયા છે. શિક્ષણ જગતમાં હજુ રજાઓ ચાલુ જ છે સરકારી તંત્રમાં ધમધમાટ શરૂ થઇગયો છે. ગુજરાતમાં મહાનગરોનો વિકાસ એક નવા વળાંક ઉપર આવીને ઉભો છે. ગુજરાતના મહાનગરોની ચડતી અને પડતી વિચિત્ર અને વિશિષ્ટ રહી છે. જે રીતે ચિતલ એક જમાનામાં મોટુ શહેર હતુ અને અમરેલી ગામડું હતું એ ક્રમ કાળની કેડીએ હવે બદલાઇ ગયો છે.  એક જમાનામાં સુરત ગુજરાતનુ મુખ્ય શહેર ગણાતુ ત્યારપછી શિક્ષણને કારણે વડોદરાનો વટ પડવા લાગ્યો અને ત્યારપછી શરૂઆતમાં મિલ ઉદ્યોગને કારણે અમદાવાદે પોતાનો સિક્કો જમાવ્યો. આજે તો અમદાવાદદેશનાં ટોચના મહાનગરોની યાદીમાં આવીગયું છે.ભારતની તમામ નેશનલ અનેમલ્ટીનેશનલ કંપનીઓની ઓફિસોઅમદાવાદમાં છે. મુંબઇથી અમદાવાદઆવતી તમામ ફલાઇટોમાં હવે માત્ર ૩૦ ટકા ગુજરાતીઓ હોય છે અને ૭૦ ટકાબિનગુજરાતીઓ હોય છે. જેમાં ભારતીયોઅને વિદેશીઓ સમાવિષ્ટ છે.ગુજરાત સરકારે અમદાવાદ ને મેટ્રોપોલીટન સીટી કક્ષામાં લઇ જવા માટે તમામ પ્રયત્નો કર્યા છે અને એના પરિણામો હવે દેખાવા લાગ્યા છે પરંતુ સરકારે તાજેતરમાં કરેલી સિવિલ એન્જિનિયરોની  ભરતી પ્રક્રિયા પરથી જાણવા મળે છે કે ાજયના બીજા અને ત્રીજા ક્રમના શહેરોનો  વિકાસ પણ અત્યાધુનિક ઢબે બહુ ઝ ડપથીથવાનો છે.  એ માટે પ્રથમ અગ્રતાક્રમ નગરપાલીકાઓનો છે. તમામ નગરપાલીકાઓમાં રાજય સરકારે ચિફ ઓફિસરો મુકયા પછી હવે તમામ  પાલીકા ઓમાં નવનિયુકત એકાઉન્ટસ ઓફીસરોનો કાફલો આવવાની તૈયારીમાં છે. એટલે પાલીકામાં હાલ જે એકાઉન્ટસ  ઓફીસર હોય એના વડા તરીકે રાજય સરકાર દ્વારા નિયુકત નવા એકાઉન્ટસ ઓફીસર ટુંક સમયમાં આવી રહ્યા છે.  આ પગલાથી પાલિકાઓના અર્થતંત્ર ઉપર પાટનગર ગાંધીનગરની પક્કડ મજબુત બની જશે. એને કારણે વિકાસના કામો વધુ વેગવંતા બનશે. કદાચ પાલીકા પ્રમુખની ભલામણ પ્રમાણે થોડાક કામોની ફાળવણીે કદાચ થશે પરંતુ એ કામોની કવોલીટી જયા સુધી ઉચ્ચકક્ષાની નહી હોય ત્યાં સુધી એકાઉન્ટ ઓફીસર બિલનુ પેમેન્ટ નહી કરે  આને કારણે નગરપાલીકાઓના કામોમાં એકપ્રકારનું ગુણવતા નિયંત્રણ થશે. મહીને કે બે  હીને રાજય સરકાર તમામ પાલીકાઓ નાં ચીફ ઓફીસરોની શહેરી વિકાસ ખાતા હસ્તક મીટીંગ બોલાવે છે. અને એ દ્વારા પાલીકાઓનુ નિયમન કરે છે. હવે પાલીકાઓનાં વહીવટ ઉપરાંત અર્થતંત્રનું પણ નિયમન કરવા માટે એકાઉન્ટસ ઓફીસરોની મીટીંગો પણ બોલાવશે. આ રીતે રાજયનાં વહીવટીતંત્રમાં આ એક ક્રાંતિકારી પરિવર્તન રાજય સરકાર લાવી રહી છે. માર્કેટયાર્ડનાં સેક્રેટરી તરફ પ  રાજય  સરકારની નજર છે અને એની નિમણુંક જે અત્યાર સુધી સ્થાનિક ધોરણે થયા કરે છે તેના સ્થાને રાજય સરકારનાં કલાસ વન અધિકારીની કેડર યાર્ડમાં મુકીને રાજયનાં તમામ ખેત ઉત્પન્ન બજારોનું પુનર્ગઠન કરવાની યોજના પણ રાજય સરકારનાં આગામી અગ્રતાક્રમોમાં છે. મહાનગરોનાં વિકાસ માટે સરકાર જેમ આયોજન કરતી જાય છે તેમ તેમ વસ્તીનાં  વધારાને કારણે વારંવાર વ્યવસ્થાતંત્ર ભાંગી પડે છે. અમદાવાદમાં સીટી બસો માટે બીઆરટીએસની ટ્રાન્ઝીટ સીસ્ટમ સરકારે ગોઠવી અને સીટી બસો માટે અલગ જ અનામત ખાલી રસ્તાઓ ફાળવ્યા આનો મુખ્ય હેતુ એ છે કે નાગરીકો ખાનગી વાહનોમાંથી મુકિત મેળવે અને સરકારી પરિવહન સેવાઓનો લાભ લે. છતા અમદાવાદમાં ખાનગી વાહનોની સંખ્યામાં કોઇ ઘટાડો નોંધાયો નથી. એટલે હવે ફરી પાછી સરકાર મુંબઇ જેવી સીટી ટ્રેનોની વ્યવસ્થા ગોઠવવા માટે વિચાર કરી રહી છે. કારણ કે  જયા સુધી ખાનગી વાહનોની સંખ્યા ઘટે નહી ત્યાં સુધી ટ્રાફિકનુ નિયમન કરવાનુ કામ ઘણુ અઘરૂ છે. મહાનગરોનાં સંચાલનમાં સૌથી ગંભીર પ્રશ્વ્ન એ છે કે સમગ્ર ગુજરાતમાં ગામડાની પ્રજાની શહેરો તરફ જે દોટ છે એ એટલી બધી ઝડપી છે કે શહેરી વ્યવસ્થાપન પહોચી વળે એમ જ નથી. આપણે કાઠિયાવાડીઓ જે રીતે રાજકોટ અને સુરતમા   ભરાયા છીએ અને એને કારણે ત્યાંના જમીન મકાનોની બજારો ઉંચી આવી ગઇ છે. તે નજરોનજર દેખાતુ સત્ય છે. અમદાવાદનો પ્રશ્વ્ન જુદા પ્રકારનો છે ત્યાં તો ગુજરાતનાં અંતરિયાળ  વિસ્તારોમાંથી પણ લોકો સેટ થવા માટે આવે છે અને વળી રાજયનાં અન્ય મહાનગરના લોકો પણ આકર્ષાઇને અમદાવાદ તરફ આવે છે. ઉપરાંત દેશભરનાં ઉદ્યોગસાહસિકો અને ઔદ્યોગીક કંપનીઓની શાખાઓ પણ  અમદાવાદ તરફ વળી છે. એટલે ત્યાં તો પગ મુકવાની જગ્યા ન રહે એ સ્થિત આવતા વર્ષોમાં થવાની છે

Advertisements

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Information

This entry was posted on નવેમ્બર 10, 2010 by in મનની વાત, વાહગુજરાતી.

સંશોધક

Gujarat host IPL narendra modi અમદાવાદ અમીતાભ બચ્ચન આઇપીએલ આતંકવાદ આધુનિક શાસન આર.આર.શેઠ કાઠિયાવાડ કીર્તિ સ્તંભ કોંગ્રેસ કોપીરાઇટ એકટ ક્રિકેટ ગાંધી સાહિત્ય ગિજુભાઇ ગુજરાત ગુજરાતી ચોમાસુ ચોરવાડ જમાઈ જિનાલય જૈન દેરાસર જૈનપુરી ઝવેરચંદ મેઘાણી ડાબેરી પક્ષો દુઘર્ટના નરેન્દ્ર મોદી પાષાણ કળા પ્રતિમા પ્રતિષ્ઠા પ્રવીણ પ્રકાશન પ્રસાર પ્રાદેશિક પક્ષો પ્રિટી ઝિન્ટા ફિનિકસ પંખી બાળસાહિત્ય ભગવતગૌમંડલ ભાંડારકર ઇન્સ્ટિટયુટ મતદાન મતાધિકાર મહાભારત મહાવીર ભગવાન મિચ્છામિ દુક્કડમ મિસ્ત્રી મુદ્રા પ્રકાશન મોદી રમેશ પારેખ રાજકારણી રાજનગર રાષ્ટ્રીય હિત રાહુલ ગાંધી રિવોલ્યુશનરી લોકપરિષદ લોકમત લોકમિલાપ લોકશાહી વરસાદ વાહગુજરાત વાહસમાચાર વિચાર વિદ્વત્તાપૂર્ણ વિષાદ વેવાઈ શિક્ષણ શ્રી શાન્તિસાગર સૂરિજી સખળ ડખળ સત્યના પ્રયોગો સત્યાગ્રહનો ઇતિહાસ સમાચાર2 સહારા સમય સૌરાષ્ટ્ર સ્લમડોગ હઠીસિંહ હૈદરાબાદ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 14 other followers

મુલાકાતીઓ

  • 32,266 hits

તાજેતરની પોસ્ટ્સ

%d bloggers like this: