અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

રાજયની સામાજિક પ્રગતિનું પ્રેરકબળ એટલે અદ્દભુત વાંચે ગુજરાત અભિયાન

ગુજરાતની સ્વર્ણિમ જયંતિની ઉજવણી  અંતર્ગત તાજેતરમાં ૨૧મી સદી-જ્ઞાનની સદી શીર્ષક હેઠળ ગુજરાતના સમાજ જીવનમાં સંસ્કાર ઘડતર માટેના બે અનોખા જનઅભિયાનો ‘વાંચે ગુજરાત’ અને ‘સમયદાન’ શરૂ કરવામાં આવ્યા છે. આ પૈકી વાચે ગુજરાત અભિયાન હેઠળ ગુજરાતની પ્રજામાં વાંચન ટેવ નિર્માણ કરવાનુ મહત્વકાંક્ષી ઘ્યેય પાર પાડવાનો હેતુ છે. અભિવ્યક્તિ એ માનવજીવનની અનિવાર્ય જરૂરીયાત છે. કારણ કે વ્યકત થાય તેને જ વ્યક્તિ કહેવાય. વ્યક્તિની પોતાની કેટલીક ભાવ પૂર્ણ અભિવ્યક્તિઓને મૂર્ત અને સ્થાયી સ્વરૂપ આપવાના અભરખાને કારણે જ લિપિઓની શોધ થઇ છે. પ્રાચીન સમયમાં આદિમાનવો પોતાના ભાવોને અભિવ્યકત કરવા પથ્થર, ઝાડની છાલ, પાંદડા, તામ્રપત્ર, લાકડુ, માટી વગેરે ઉપકરણોનો ઉપયોગ કરતા. આ બધા ઉપકરણો પુસ્ત કહેવાતા. આ પુસ્તનુ વિકસીત સ્વરૂપ એટલે આજનુ પુસ્તક. આ જ રીતે પાંદડાઓને એક સાથે ગ્રંથીને (ગુંથીને) રાખવામાં આવતા તેથી તે ગ્રંથ કહેવાયા. ત્યાર પછી ધીમે ધીમે કાગળની શોધ થતા અને મુદ્રણકળાનો વિકાસ થતા પુસ્તકો અસ્તિત્વમાં આવ્યા. પુસ્તક સ્થૂળ રીતે બેજાન હોવા છતાં એક ચેતનવંત વ્યક્તિમાં વીજળીનો સંચાર કરી દેવાનુ ગજબનું સામર્થ્ય ધરાવે છે. પુસ્તકાલય વિજ્ઞાનના ભારતીય વિદ્વાન ડો. રંગનાથન સાચુ જ કહે છે કે પુસ્તકાલય એક નાનુ વીજળીઘર છે, જે પુસ્તકોમાં બદ્વ વિચાર શક્તિને વિશ્વ્વના ચિતમાં મુકવા વિકસાવવા તથા પ્રચાર કરવા માટે શરૂ કરવામાં આવે છે. આજે ગુજરાતના નાના મોટા તમામ નગરો અને ગામડાઓમાં પુસ્તકાલયો શરૂ કરવામાં આવ્યા છે અને જન સામાન્યથી માંડીને અત્યંત ઉચ્ચશિક્ષણ પામેલા સમાજના યુવક યુવિતઓ પુસ્તકાલયોની મુલાકાત લે છે પરંતુ જયાં વાંચવાની વાત આવે છે ત્યા મોટાભાગનો યુવાવર્ગ છાપાના કે સામયિકોના પાના ફેરવીને લાયબ્રેરીમાંથી ચાલતો થઇ જાય છે આજનાં સ્પર્ધાત્મક યુગમાં અજ્ઞાન પ્રવતર્તુ જણાય છે, ત્યારે જાણીતા ગ્રંથજ્ઞ ડો. ડી.એન.શુકલના શબ્દો યાદ આવે છે કે, વિદ્યાર્થીઓ પુસ્તકાલયની કોઇક ખુરશીમાં બેઠા હોય છે. ખુબ જ સુંદર અને રસમય પુસ્તકોનુ કબાટ તેનાથી ત્રણ જ ફૂટ દુર હોય છે છતાં તેમને એ પુસ્તકો વાંચવાનુ સુઝતુ નથી. હુ તમને પુછુ છુ કે આપણે વિદ્યાર્થી અને પુસ્તકાલયના કબાટ વચ્ચેનુ આ માત્ર ત્રણ ફૂટનું અંતર દુર કરવા કંઇક કરી શકીએ ખરા ? વિદ્યાર્થીઓમાં વાંચ રસ પેદા કરવા શાળા કંઇ કરી શકે ખરી ? વાંચે ગુજરાત અભિ યાન દ્વારા રાજય સરકારે આવો જ એક અવૈધિક શિક્ષણનો પ્રોજેકટ હાથ ધર્યો છે. શાળા-કોલેજોમાં અપાતુ શિક્ષણ કે જે વૈધિક શિક્ષણ તરીકે ઓળખાય છે. તે તો શિક્ષણ જ્ઞાન પ્રાપ્તિનો માત્ર એ આયામ છે, જયારે સમાજમાં રહેતી વ્યક્તિ પોતાનુ મોટાભાગનુ શિક્ષણ તો અવૈધિક રીતે જ પ્રાપ્ત કરે છે. જેમ કે, સાસરે જતી દીકરીને માતા શિખામણ આપે છે ત્યારે અવૈધિક રીતે માતા એ ગુરુનો રોલ ભજવે છે જયારે દીકરી એ વિદ્યાર્થીના પાત્રમાં છે પરંતુ બંને વ્યક્તિઓ ત્યાં શિક્ષણની પ્રક્રિયા ત્યા સ્વયં સંચાલિત બને છે અને ખરેખર તો એ જ સાચી જ્ઞાન પ્રાપ્તિ બની રહે છે કે જયાં બંને ધૃવો આપ-લે બાબતે સભાન ન હોય અને આદાન-પ્રદાનની પ્રક્રિયા સ્વાભાવિકપણે ચાલતી રહે. વાંચે ગુજરાત અભિયાન પણ અવૈધિક શિક્ષણની પ્રક્રિયાને હેતુલક્ષી અને વેગવંતી બનાવવામાં ખુબ મદદરૂપ સાબિત થશે. આ અભિયાન અંતર્ગત ગુજરાતની પ્રજામાં વાંચનટેવ નિર્માણ કરવાનું ઉત્કૃષ્ટ ઘ્યેય રહેલુ છે. મનોવૈજ્ઞાનિક પરિભાષામાં ટેવ અને મનપસંદક્રિયાને વારંવાર પુનરાવર્તિત કરવાનુ માનવીનું વલણ છે. ઉંમર વધતાની સાથે જ પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ટેવોનું આધિપત્ય વધતુ જાય છે. એક ગુજરાતી કહેવત છે કે પહેલા માણસ ટેવને પાડે છે અને પછી ટેવ માણસને પાડે છે. આથી જ ડો.ડી એન શુકલની એક વાત માનવા જેવી છે કે ખરાબ ટેવો સારી ટેવો કરતા ખુબ ઝડપથી રૂઢ બની જતી હોય છે અને તેને સહેલાઇથી દુર કરી શકાતી નથી. જયારે સારી ટેવને પણ ખુબ કાળજીપૂર્વકનું જતન માગી લે છે. તેથી જ વાંચન ટેવને પણ ખુબ કાળજીપૂર્વક ઉછેરવી જોઇએ. આ ટેબ જો બચપણ થી જ બાળકમાં પાડવામાં આવે તો બાળક સ્વશિક્ષણ દ્વારા ખુબ હળવાશપૂર્વક અને નૈસર્ગિક રીતે જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. વાંચન ટેવનુ નિર્માણ એટલે પુસ્તકાલય પ્રવૃતિ દ્વારા બાળકોને વાંચવા માટેનું આનંદદાયક વાતાવરણ ઊભુ કરી ને આ અનુભવ વારંવાર લેવાની તેમને મરજી થાય તેવી પ્રયુક્તિઓ યોજવી. હવે પ્રશ્વ્ન એ ઉપસ્થિત થાય કે આવુ આનંદદાયક વાતાવરણ સર્જવા શું કરવું જોઇએ ? આ મો પુસ્તકાલયોમાં અ-ગ્રંથ સામગ્રી સંગ્રહ વસાવવો જોઇએ. એટલે કે કેટલીક ઇન-ડોર-ગેઇમ્સ, કમ્પ્યુટર પ્લે સ્ટેશન, કાર્ટુન ફિલ્મોની સીડી વગેરે પુસ્તકાલયમાં વસાવવા જોઇએ.

 

http://www.vanchegujarat.in/guj/Default.aspx

 

 

 

Advertisements

One comment on “રાજયની સામાજિક પ્રગતિનું પ્રેરકબળ એટલે અદ્દભુત વાંચે ગુજરાત અભિયાન

  1. Bhupendrasinh Raol
    ડિસેમ્બર 10, 2010

    વાંચે ગુજરાત,પછી વિચારે ગુંજરાત નો એજન્ડા મુકવો જોઈએ.લોકો વિચારે છે જ ક્યા??મારા બ્લોગમાં મેં મુક્યો છે.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Information

This entry was posted on નવેમ્બર 11, 2010 by in મનની વાત, વાહગુજરાતી.

સંશોધક

Gujarat host IPL narendra modi અમદાવાદ અમીતાભ બચ્ચન આઇપીએલ આતંકવાદ આધુનિક શાસન આર.આર.શેઠ કાઠિયાવાડ કીર્તિ સ્તંભ કોંગ્રેસ કોપીરાઇટ એકટ ક્રિકેટ ગાંધી સાહિત્ય ગિજુભાઇ ગુજરાત ગુજરાતી ચોમાસુ ચોરવાડ જમાઈ જિનાલય જૈન દેરાસર જૈનપુરી ઝવેરચંદ મેઘાણી ડાબેરી પક્ષો દુઘર્ટના નરેન્દ્ર મોદી પાષાણ કળા પ્રતિમા પ્રતિષ્ઠા પ્રવીણ પ્રકાશન પ્રસાર પ્રાદેશિક પક્ષો પ્રિટી ઝિન્ટા ફિનિકસ પંખી બાળસાહિત્ય ભગવતગૌમંડલ ભાંડારકર ઇન્સ્ટિટયુટ મતદાન મતાધિકાર મહાભારત મહાવીર ભગવાન મિચ્છામિ દુક્કડમ મિસ્ત્રી મુદ્રા પ્રકાશન મોદી રમેશ પારેખ રાજકારણી રાજનગર રાષ્ટ્રીય હિત રાહુલ ગાંધી રિવોલ્યુશનરી લોકપરિષદ લોકમત લોકમિલાપ લોકશાહી વરસાદ વાહગુજરાત વાહસમાચાર વિચાર વિદ્વત્તાપૂર્ણ વિષાદ વેવાઈ શિક્ષણ શ્રી શાન્તિસાગર સૂરિજી સખળ ડખળ સત્યના પ્રયોગો સત્યાગ્રહનો ઇતિહાસ સમાચાર2 સહારા સમય સૌરાષ્ટ્ર સ્લમડોગ હઠીસિંહ હૈદરાબાદ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 14 other followers

મુલાકાતીઓ

  • 32,657 hits

તાજેતરની પોસ્ટ્સ

%d bloggers like this: