અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

વૃક્ષમંદિર એક જ સ્થળે ૫૧ હજા વડલાના ઉછેર દ્વારા પર્યાવરણ શુદ્વિ

’એક વડલાને લાખો વડવાઇ, વિશ્વ્વ દેખી રહ્યું છે આ નવાઇ…’ ઉપરોક્ત પિંકત અંકલેશ્વ્વર પાસેના પ્રખ્યાત તીર્થ કબીરવડને જોઇને બોલી ઉઠીએ છીએ. નર્મદા નદી કિનારે વડલાઓ વચ્ચે આવેલું સંત કબીરજીનું મંદિર શ્રદ્વાળુઓને શાંતિ અર્પે છે. હા, આ કબીરવડ જેવું જ દ્રશ્ય જામનગરથી ૨૭ કિ.મી.ની દૂરી ઉપર મોટી ખાવડી પાસેના દરિયા કિનારા પાસે જોવા મળ્યું. વિશાળ જમીન ઉપર હજારોની સંખ્યામાં વડલાની વનરાજી વચ્ચે ભગવાન શ્રી પૂર્ણેશ્વ્વર મહાદેવનું મંદિર છે. મંદિરની પાસે શિવલિંગ (શિવજીનું ૧૦૮ કડીનું થાડુ) અને પારિજાત (પાર્વતીજી)ના વૃક્ષો આવેલા છે. ઉપરાંત જોગર્સ  પાર્ક, ગાર્ડન, ચબુતરો, તળાવ વગેરે વિકસાવાઇ રહ્યા છે. પ્રાકૃતિક પર્યટન સ્થળની જેમ વિકસી રહેલુ આ સ્થળ એટલે ખાતરનુ ઉત્પાદન કરતું જીએસએફસીનું પટાંગણ !! ગુજરાતમાં ખાતર  બનાવતી આ કંપનીએ મોટી સંખ્યામાં વડલાનો સામુહિક ઉછેર કર્યો છે. આ રીતે પ્રદુષણમુક્ત  ગુજરાતની ઝુંબેશમાં પર્યાવરણ જાગૃતીનું અનુપમ દ્રષ્ટાંતપુરુ પાડયું છે. આપડા પર્યાવરણવિદ્દ ઉર્ફે શ્રી જિતુભાઇ ઝાડવાવાળા તો હંમેશા એક વૃક્ષને એક પ્રકૃતિ મંદિર જ માને છે. તેમના કહેવા પ્રમાણે દરેક ામમાં એકાદ વડલાને કે એકાદ પીપળાને પ્રકૃતિ  મંદિરનો દરજજો આપીનેગામે ગામ નવીપેઢી માટે પર્યાવરણ સ ાનતા વધારવી જોઇએ. જો કે, એમણે પોતે એકલા હાથે અત્યાર સુધી સમગ્ર   સૌરાષ્ટ્રમાં લાખોની સંખ્યામાં લીમડાઓ વાવ્યા છે અને વવરાવ્યા છે. ઉપરાંત એ તમામ વૃક્ષોના ઉછેરની સંભાળ પણ લીધી છે. ગુજરાત સરકાર હસ્તકની ગુજરાત સ્ટેટ  ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (જીએસએફસી-સિક્કા યુનિટ)એ જામનગર ખાતે  વધુ એક કબીરવડનું નિર્માણ કર્યુ છે. આ સ્થળે  તાજેતરમાં જ કંપનીના હોર્ટીકલ્ચર વિભાગ દ્વારા   બે એક વર્ષની અંદર ૫૧ હજાર વડના વૃક્ષોનું  વાવેતર કરવામાં આવ્યું છે. આટલી મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવુ ભારતમાં રેકર્ડ હોવાનુ કંપનીના હોર્ટીકલ્ચર ઓફિસરનું કહેવુ છે.  જીએસએફસીમાં વાર્ષિક ૧૦.૧૧ લાખ મેટ્રિક   ટનના ખાતરનું ઉત્પાદન થાય છે.  વડના વૃક્ષમાંથી કશુ જ આર્થિક વળતર   મળતુ નથી. તેની ડાળીઓદાંતણ કરવાના ઉપયોગમાં આવે. આમ છતાં ૫૧હજાર જેટલા   વડના વૃક્ષના વાવેતર-ઉછેર કરવનો ઉદ્દેશ શો હશે ? એવો પ્રશ્વ્ન થાય જ ! વડના વૃક્ષો વાવેતરનો આ   સમગ્ર પ્રોજેકટ જીએસએફસીના મેનેજિંગ ડિરેકટર શ્રી હરીભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આકાર પામ્યો છે. શ્રી હરીભાઇ પટેલને આ પ્રોજેકટનો  વિચાર કઇ રીતે અને કયા કારણોસર આવ્યો તે વિશે વાત કરતા તેઓ કહે છે કે, ‘ આજે ગ્લો  લવોર્મંિગ, પ્રદુષણની સમસ્યા પ્રવર્તે છે. આ સમસ્યાના નિરાકરણના એક પ્રયાસરૂપે પર્યાવરણને શુદ્વ રાખવા માટે મે વડનો પ્રોજેકટ હાથમાં લીધો. વડ માનવ સમાજને ઉપકારક છે. વડનું વૃક્ષ જાણે ઓકસીજનની ફેકટરી છે ! આ ઉપરાંત વડના મૂળ મજબુત હોવાથી તેનુ ૪૦૦- ૫૦૦ વર્ષ સુધીનું આયુષ્ય છે. તેના ઉંડા મુળના  લીધે જમીનમાં પાણીના સંગ્રહ વધુ થાય છે અને વરસાદ લાવવામાં વડ વૃક્ષો ઘણા ઉપયોગી સાબિત થયા છે. હરિભાઇ પટેલે જાપાનમાં આવો પ્રોજેકટ જોયો હતો. ત્યાંથી તેમને વડના વૃક્ષોના વાવેતરની  પ્રેરણા મળી હતી.  વિશાળ સંખ્યામાં વડલાઓનું વાવેતર કરવાનુ હતુ. તો વાવેતર સમયે કેટલાક વડવૃક્ષ ફેઇલ જશે એવી ધાસ્તી હતી તેમ જણાવતા ૩૮  વર્ષથી જીએસએફસી સાથે જોડાયેલા હોર્ટીકલ્ચર  ઓફિસર શ્રી ડી.એમ.મેરજા કહે છે, ‘છોડને વાવતા પહેલા અમે જીવાત વિરોધી દવા આપી છીએ.  વડના છોડનું વાવેતર અમે વરસતા વરસાદે કરીએ છીએ. સામાન્ય રીતે સોએ ૬૦ ટકા વૃક્ષો ઉછરે તો ૪૦ ટકા જેટલા છોડ ઉછરે નહિ તેવુ બને છે પરંતુ અમારે ત્યાં તો સોએ સો ટકા વૃક્ષો ઉછર્યા છે અને એક પણ છોડ મુરઝાયા નથી. વડલાને ખુબ જ કાળજીપૂર્વક વાવવા પડે. દરિયા કાંઠે હવાની ઝડપ ખુબ હોવાથી છોડ ડગી, કે પડી કે ઝુકી ન જાય તે માટે વડની સ થે સ્ટીક  (લાકડી) બાંધવામાં આવે છે. જે વડને ટેકો આપે છે. સ્ટેબલ અને ફીટ રાખે છે. વાવેતરમાં પણ પૂરતા પોષકતત્વો આપવા પડે છે. જામનગર જિલ્લાના આ પથરાળ  વિસ્તારમાં ખેતી અને વૃક્ષ વાવેતર માટે બિલકુલ વિપરીત વાતાવરણ છે. જામનગરની જમીન પથરાળ અને પાણીની પણ મુશ્કેલી. જમીનમાં પાણી ખારૂ હોવાથી ખેતી માટે આવુ પાણી નકામુ બની જાય. વૃક્ષોના વાવેતર માટે પુષ્કળ મહેનત અને પાણીની જરૂરત રહે. પથ્થર જેસીબીથી તુટે  નહિ એટલે ડ્રેકન અને જેસીબી બ્રેકરથી જમીન ખોદવી પડી.આજે એક વર્ષ બાદ બારથી તેર ફૂટ ઉગી નીકળ્યા છે.

Advertisements

One comment on “વૃક્ષમંદિર એક જ સ્થળે ૫૧ હજા વડલાના ઉછેર દ્વારા પર્યાવરણ શુદ્વિ

  1. Maheta Mahesh
    ઓક્ટોબર 23, 2011

    khubj srs project chhe ,

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Information

This entry was posted on નવેમ્બર 13, 2010 by in મનની વાત and tagged .

સંશોધક

Gujarat host IPL narendra modi અમદાવાદ અમીતાભ બચ્ચન આઇપીએલ આતંકવાદ આધુનિક શાસન આર.આર.શેઠ કાઠિયાવાડ કીર્તિ સ્તંભ કોંગ્રેસ કોપીરાઇટ એકટ ક્રિકેટ ગાંધી સાહિત્ય ગિજુભાઇ ગુજરાત ગુજરાતી ચોમાસુ ચોરવાડ જમાઈ જિનાલય જૈન દેરાસર જૈનપુરી ઝવેરચંદ મેઘાણી ડાબેરી પક્ષો દુઘર્ટના નરેન્દ્ર મોદી પાષાણ કળા પ્રતિમા પ્રતિષ્ઠા પ્રવીણ પ્રકાશન પ્રસાર પ્રાદેશિક પક્ષો પ્રિટી ઝિન્ટા ફિનિકસ પંખી બાળસાહિત્ય ભગવતગૌમંડલ ભાંડારકર ઇન્સ્ટિટયુટ મતદાન મતાધિકાર મહાભારત મહાવીર ભગવાન મિચ્છામિ દુક્કડમ મિસ્ત્રી મુદ્રા પ્રકાશન મોદી રમેશ પારેખ રાજકારણી રાજનગર રાષ્ટ્રીય હિત રાહુલ ગાંધી રિવોલ્યુશનરી લોકપરિષદ લોકમત લોકમિલાપ લોકશાહી વરસાદ વાહગુજરાત વાહસમાચાર વિચાર વિદ્વત્તાપૂર્ણ વિષાદ વેવાઈ શિક્ષણ શ્રી શાન્તિસાગર સૂરિજી સખળ ડખળ સત્યના પ્રયોગો સત્યાગ્રહનો ઇતિહાસ સમાચાર2 સહારા સમય સૌરાષ્ટ્ર સ્લમડોગ હઠીસિંહ હૈદરાબાદ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 14 other followers

મુલાકાતીઓ

  • 32,657 hits

તાજેતરની પોસ્ટ્સ

%d bloggers like this: