અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

એકાએક ભારત ફરીવાર વિશ્વ્વની ક્ષિતિજ કૌભાંડોના દેશ તરીકે ઉદય પામી રહ્યો છે

ભારત ફરીવાર કૌભાંડોના ચક્રવ્યુહમાં ફસાઇ ગયુ છે. દૈનિક સમાચાર પત્રો અને  ટેલીવીઝન ચેનલો માટે સતત આ સમાચારો પરીપોષણ બની રહ્યા છે. આપણે ત્યા કૌભાંડોના કોઇ પ્રકારો નથી ગમે ત્યા થઇ શકે છે બ્રીટીશરોનું જે વહીવટીતંત્ર હતુ તે એવુ હતુ તેમાં તેને કૌભાંડોની શકયતા ન હતી કારણ કે વહીવટીતંત્ર જ એટલુ મજબુત હતુ અને વહીવટી પ્રક્રિયા અને પ્રણાલીકા  જ એવી સુંદર હતી કે એમા કૌભાંડો થવાની શકયતા નહીવત રહેતી હતી. તો પણ બ્રીટીશરો પોતાના કેટલાક  અધિકારીઓને એમની કાર્યપઘ્ધતિ સામે વાંધો ઉઠાવીને સ્વદેશ પરત મોકલી આપતા હતા.આપણે  ત્યા કૌભાંડોએ હવે ટેકનોલોજીની ઓથ લીધી છે. એને કારણે એના આંકડાઓ અબજો રૂપિયામાં જવા  લાગ્યા છે. તાજેતરમાં મિ.રાજાએ કરેલા ટેલીકોમ પરવાના કૌભાંડમાં એણે જે જંગી રકમ તારવીને  સ્વીસ બેંકમાં પોતાના વ્યકિતગત નામે મુકી દીધી છે એ રકમનો આંકડો અને એમા આવતા મીંડા એટલા બધા છે કે આપણી જેવા સામાન્ય માણસને  એ સમજાય એમ નથી. પરંતુ એ રકમને આ રીતે  આપણે સમજી શકીએ છીએ ઃ ભારતના દરેક નાગરીકના ખીસ્સામાંથી રાજાએ અંદાજે  રૂા.૧૫૦૦ લઇ લીધા છે. તમે વિચાર કરો કે રાજાની કૌભાંડ ક્ષમતા  અને આપણા કેન્દ્ર સરકારનાં વહીવટીતંત્ર  ારા એને  આપવામાં આવેલો અવકાર કેટલો મોટો છે ! રાજા વાસ્તવમાં આઝાદી પછીના ભારતમાં એકમાત્ર કૌભાંડોનો રાજા છે.આપણે ત્યા કોઇ પણ રમત-  ગમત મહોત્સવ યોજાઇ કે કોઇપણ આંતરરાષ્ટ્રીયકાર્યક્રમો યોજાઇ તે બધામાં કયાંકને કયાંક કૌભાંડ  થતુ જ હોય છે. આ કૌભાંડ શબ્દનો ઇતિહાસ પણ બોવ અલગ પ્રકારનો છે.  કૌભાંડ હકીકતમાં તો પ્રેમાનંદના  ઓખાહરણ આખ્યાનમાં આવતુ હતુ એક પાત્ર છે. આ કૌભાંડ મહાભારતનાં ઉપાખ્યાનોમાં પણ આવે છે. કોણ જાણે કેમ પણ છેલ્લા ૫૦૦ વર્ષથી કૌભાંડ  શબ્દ મોટા પાયાની યોજનાબઘ્ધ ગેરરીતીઓ માટે સ્થાયી થઇ ગયો છે. રાજાના કૌભાંડે બધાને  સુખરામનાં ટેલીફોન કૌભાંડનુ વિસરાયેલુ કૌભાંડ ફરી યાદ કરાવી દીધુ છે.  પબ્લીક એડમીનીસ્ટ્રેશન એક સ્વતંત્ર વિષય છે.આપણે ત્યાં ગુજરાત યુનિવર્સીટીની બે-ત્રણ  કોલેજોમાં આ વિષય સાથે બી.એ.થઇ શકાય છે. આ બોવ સરસ વિષય છે. ખરેખર તો સરકારી નોકરીઓમાં જાહેર  વહીવટનો અભ્યાસ કરી ચુકેલા કર્મચારીઓ અને અધિકારીઓને જ નિયુકત કરવા જોઇએ અથવા પસંદ કરાયેલા કર્મચારીઓને પબ્લીક એડમીનીસ્ટ્રેશન માટેની શૈક્ષણીક તાલીમ આપવી  જોઇએ. કારણ કે કોઇપણ એક કૌભાંડનાં અનેક પક્ષકારો હોય છે એક સરકારી યોજનાનાં લાભા  ર્ ઓ હોય છે એમ કૌભાંડના પણ લાભાર્થીઓ હોય છે.  દેશમાં આર્થિક કૌભાંડો એની પરાકાષઠાએ પહોચી ગયા છે. સાથોસાથ જિલ્લા અને  તાલુકાકક્ષામાં પણ દેશના તમામ રાજયોમાં નાનામોટા કૌભાંડો આકાર લઇ રહ્યા છે. ધારીમાં નરેગાનુ  કૌભાંડ આનુ દ્રષ્ટાંત છે. મજુરોના નામ રાખવાના પણ કામ કરાવવાનુ નહી અને પૈસા બારોબાર ઉપાડી લેવાના કૌભાંડકારોને સજા તો થવી હશે ત્યારે  થશે પરંતુ ખરેખર જેને રોજગારી અને વળતર મળવુ જોઇએ એને કંઇ મળતુ નથી તે સૌથી મોટો આઘાત  છે. દેશમાં જાહેર બાંધકામ ક્ષેત્રમાં, સરકારી યોજનાઓમાં લોકહિતના સરકારી કામકાજોમાં ચોતરફ એના કી પર્સનો દ્વારા કૌભાંડ આચરાતા  હોવાના દાખલાઓ અગાઉ પણ અનેકવાર સમુહ માઘ્યમોનાં પાને અને પડદે અનેક વાર ચમકયા છે.  પ્રજા તરીકે આપણે હજુ સારા વહીવટકર્તાઓને જન્મ આપવાનો જ બાકી છે એવુ  લાગે છે. કારણ કે જે લોકો કૌભાંડ કરે છે તે આપણી જ પ્રજા છે. પ્રજા તરીકે આપણે ઘર પરિવારમાં, શિક્ષણ સંસ્થાઓ માં અને જાહેર જીવનમાં એવી  પરંપરાઓ પ્રસ્થાપીત કરવી પડશે કે એમાંથી જ અનુભવે સારા વહીવટકર્તાઓ નીપજશે. પરિશ્રમ વિનાનો એક રૂપિયો પણ આપણે સ્પર્શવો ન જોઇએ.  ભારતમાં નિતિશાસ્ત્ર તો ઢગલો છે પરંતુ એની અમલવ  રી તો કોઇ કોઇ મહાપુરૂષો જ પોતપોતાની જીંદગીમાં કરી શકે છે.

Advertisements

2 comments on “એકાએક ભારત ફરીવાર વિશ્વ્વની ક્ષિતિજ કૌભાંડોના દેશ તરીકે ઉદય પામી રહ્યો છે

 1. Bhupendrasinh Raol
  ડિસેમ્બર 8, 2010

  આટલો મહાન ધાર્મિક દેશ!!આટલા બધા ગુરુઓ??આટલા બધા બાપુઓ ચોવીસે કલાક સાતે દિવસ અને આખું વર્ષ ચાલતી કથાઓ!!આશ્ચર્ય!! અને દેશ મહા કૌભાંડી???ના બને એવું યાર,કોઈ ભૂલ તો નથી ને આપણી??આને કૌભાંડ ના કહેવાય,આતો જીન્સમાં છે.હા!હા!હા!હા!હાઆઆઆઆઆઅ!!

 2. Bhupendrasinh Raol
  ડિસેમ્બર 8, 2010

  ફાઈવ મિલિયન એટલે ૫૦ લાખ સાધુઓ છે ભારતમાં.કોણ કમાવા જાય છે??કોણ મહેનત કરે છે??મારો લેખ લોક પડકારમાં આવ્યો છે.એક સાધુ પાછળ ખાલી ૫૦ રૂપિયા રોજના પ્રજાના વપરાય તો પણ દેશની જનતા માથે ૯૦૦૦ કરોડ કરતા પણ વધારે રૂપિયાનો બોજો છે.અને ૧૦૦ ગણો આજની મોંઘવારી માં તો ૧૮૦૦૦ કરોડ નો બોજો થાય.એમના મોક્ષના બીલો આપણે જનતા શું કામ ભરીયે??

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Information

This entry was posted on ડિસેમ્બર 7, 2010 by in મનની વાત, વાહગુજરાતી.

સંશોધક

Gujarat host IPL narendra modi અમદાવાદ અમીતાભ બચ્ચન આઇપીએલ આતંકવાદ આધુનિક શાસન આર.આર.શેઠ કાઠિયાવાડ કીર્તિ સ્તંભ કોંગ્રેસ કોપીરાઇટ એકટ ક્રિકેટ ગાંધી સાહિત્ય ગિજુભાઇ ગુજરાત ગુજરાતી ચોમાસુ ચોરવાડ જમાઈ જિનાલય જૈન દેરાસર જૈનપુરી ઝવેરચંદ મેઘાણી ડાબેરી પક્ષો દુઘર્ટના નરેન્દ્ર મોદી પાષાણ કળા પ્રતિમા પ્રતિષ્ઠા પ્રવીણ પ્રકાશન પ્રસાર પ્રાદેશિક પક્ષો પ્રિટી ઝિન્ટા ફિનિકસ પંખી બાળસાહિત્ય ભગવતગૌમંડલ ભાંડારકર ઇન્સ્ટિટયુટ મતદાન મતાધિકાર મહાભારત મહાવીર ભગવાન મિચ્છામિ દુક્કડમ મિસ્ત્રી મુદ્રા પ્રકાશન મોદી રમેશ પારેખ રાજકારણી રાજનગર રાષ્ટ્રીય હિત રાહુલ ગાંધી રિવોલ્યુશનરી લોકપરિષદ લોકમત લોકમિલાપ લોકશાહી વરસાદ વાહગુજરાત વાહસમાચાર વિચાર વિદ્વત્તાપૂર્ણ વિષાદ વેવાઈ શિક્ષણ શ્રી શાન્તિસાગર સૂરિજી સખળ ડખળ સત્યના પ્રયોગો સત્યાગ્રહનો ઇતિહાસ સમાચાર2 સહારા સમય સૌરાષ્ટ્ર સ્લમડોગ હઠીસિંહ હૈદરાબાદ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 14 other followers

મુલાકાતીઓ

 • 32,657 hits

તાજેતરની પોસ્ટ્સ

%d bloggers like this: