અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

કેન્દ્ર સરકારે જાહેર કરેલા નવા રૂા.૨૬૦ કરોડનાં બજેટ પછી પણ ગીરનાં સિંહની સુરક્ષા કેટલી ?

કેન્દ્ર સરકારે ગઇકાલે ગીરના અભયરણ્યમાં વસતા એશિયાટિક સિંહો માટે  રૂા.૨૬૦ કરોડ જેટલુ નવુ બજેટ ફાળવ્યું છે. ગુજરાત સરકારે મોકલેલી દરખાસ્તમાં થોડો વધારો કરીને યુપીએ સરકારે આ બજેટ મંજૂર કર્યુ છે. જો કે, મંજૂરી ની પ્રક્રિયા હજુ થોડો સમય લેશે. કારણ કે, કેન્દ્ર સરકારની ભલામણ બાદ આ ફાઇલ આયોજન  પંચનાં ટેબલ પર જશે અને આયોજન પંચ એને આખરી મંજૂરી આપશે પછી કેન્દ્રનું નાણામંત્રાલય  ગુજરાત સરકારને આ રકમ ફાળવશે . દરખાસ્ત મંજૂર કરતી વખતે કેન્દ્ર સરકારેએ વાતની વિશેષ નોંધ લીધી છે કે, ગીરનાં અભયારણ્યમાં એશીયન પ્રજાતિનાં સિંહો માત્ર એક જ સ્થળે રાખવા જોખમથી ભરપૂર છે અને આ  પ્રજાતી પૃથ્વી પર હાલ અન્યત્ર ઉપલબ્ધ ન હોવાથી આ વન્યપ્રાણીની વસાહતો અન્ય રાજયોમાં સ્થાપવી જરૂરી છે આ માટે મઘ્યપ્રદેશ સરકાર સાથે ઘણા  લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે અને થોડી આનાકાની સાથે ગુજરાત સરકાર એશીયાઇ સિંહોનાં  પસંદગીનાં પરિવારો મઘ્યપ્રદેશ મોકલવા માટે સંમત થઇ ગઇ છે. એશીયાઇ સિંહોમાં છેલ્લા ત્રણેક વર્ષમાં નવા  જ પ્રકારનું વર્તન નોંધવામાં આવ્યું છે. કોઇ રહસ્મય કારણોસર એશીયાઇ સિંહો પોતાનુ નવુ સ્થળ શોધવા માટે ભટકવા લાગ્યા છે. તેની જરૂરીયાતો પુરી કરવા  માટે ગીર અભયારણ્ય હવે પૂરતુ  થી. શિકારને  શોધવા આ ગીરના સિંહો આમ છેક શેત્રુંજીનાં પર્વતની તેળેટીમાં અને આમ છેક ધોરાજીની સીમ સુધી આંટાફેરા મારી રહ્યા છે.ગીર કાંઠાનાં ગામોમાં  એશીયાઇ સિંહો અવાર નવાર રખડયા કરે છે. પરંતુ હજુ આ વાતને જંગલખાતાએ બહુ  ગંભીરતાથી લીધી નથી. સિંહમાં આવેલા આ પરિભ્રણ પરિવર્તનને કારણે ગીર અભયારણ્ય અને સિંહનાં રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખરેખર વિચરતા સિંહની  સંખ્યા ઘટી ગઇ છે. નિરિક્ષકોનું માનવુ છે કે, જંગલમાં અત્યારે સાડા ચારસોથી પાંચસો જેટલા  સિંહની વસતી છે. અવાર નવારની વસતી ગણતરી પછી પણ ખરેખર ગીરમાં સિંહ કેટલા છે એ આંકડો આમ તો અંદાજનો વિષય રહ્યો છે કારણ કે હવે  વસતી ગણતરી વેળાએ પણ જંગલની બહાર રખડતા સિંહની સંખ્યા ઘણી મોટી થઇ ગઇ છે. ગીેરના વનરાજ અને માલધારીઓ વચ્ચેની અતુટ દોસ્તી તથા  એમનુ પરસ્પરાવલંબન છેલ્લા દસ વરસથી તુટી જવા પામ્યું છે. કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય ઉદ્યાન અને  અભયારણ્ય ધારા હેઠળ માલધારીઓને જંગલમાંથી હાંકી કાઢવા માટે અધિકારીઓએ કોઇ બાંધછોડ કરી નથી એને કારણે આજે જંગલ લગભગ સુમસામ જેવુ  થઇ ગયું છે. એશીયાઇ સિંહોને જરૂરી એવા વહેતી નદીના જળ પણ ગીરમાં હવે બારમાસી રહ્યા નથી.  સિંહના ખોરાક તરીકે ઉપલબ્ધ અન્ય રાની પશ  ોની સંખ્યા પણ ઘટવા પામી છે. આથી અવાર નવાર સિંહ પરિવારો ગીરકાંઠાનાં અને અભયારણ્ય બહારના  ગામડાઓમાં જઇને પશુઓનાં શાહી ઠાઠથી મારણ કરી રહ્યા છે. આની સામે ગ્રામવાસીઓ ફફડાટ અને પશુપાલકોમાં ઉહાપોહ છે પરંતુ છેલ્લા ત્રણ વરસમાં  જંગલખાતુ વનના રાજાને વનની બહાર જતા અટકાવી શકયુ નથી અને એની સામે ગીરકાંઠાનાં  ગામડાઓને પશુ હિંસા અંગે રક્ષણ પણ આપી શકાયુ નથી. પ્રકૃતિ, ગીરનું જંગલ અને સિંહ વચ્ચેનો સંબંધ છેલ્લા વર્ષોમાં કંઇક બદલાયો છે પરંતુ નિષ્ણાતો  એને હજુ સમજી શકયા નથી. કારણ કે, એશીયન સિંહો સામાન્ય સંજોગોમાં ગીરનું જંગલ છોડીને ખુલ્લા  ડામરનાં રસ્તાઓ પર એક ગામથી બીજે ગામખોરાકની શોધમાં રખડે એ જલદીથી માનવામાં ન આવે એવી હકીકત છે.  એશીયાઇ સિંહ ખુબ જ ગૌરવશાળી પ્રાણી છે. મહદ્દઅંશે તે માનવભક્ષી થવાનુ ટાળે છે અને એના કુળસ્વભાવ પ્રમાણે એને છંછેડવામાં ન આવે  ત્યાં સુધી એ સામો હુમલો પણ કરતા નથી. છતાં વતન છોડીને સ્વૈરવિહારે નીકળવાનુ એનુ પરાક્રમ  હજુ કોઇ સમજી શકયું નથીે. ગીરની આજુબાજુનાં  વિરાટ પ્રદેશમાં વૈકલ્પિક રીતે એવુ કોઇ બીજુ જંગલ નથી કે જયાં તેઓ પોતાનો નવો વસવાટ બનાવી શકે.  આને કારણે અત્યારે તો સમગ્ર એશીયાટીક સિંહ પ  વારો મુંઝવણ સાથે વિહાર કરી રહ્યા છે. જોઇએ હવે શું થાય છે..

Advertisements

One comment on “કેન્દ્ર સરકારે જાહેર કરેલા નવા રૂા.૨૬૦ કરોડનાં બજેટ પછી પણ ગીરનાં સિંહની સુરક્ષા કેટલી ?

  1. Bhupendrasinh Raol
    ડિસેમ્બર 10, 2010

    ભાઈ બહુ સુંદર જાણકારી મૂકી છે.સિંહ ને પુરતો ખોરાક મળતો નહિ હોય માટે સર્વાઈવ થવા બહાર નીકળતા થયા હશે.આ અમુલ્ય પ્રાણી એક સમયે આખી દુનિયામાં હતું.આફ્રિકામાં હવે ગણી ગાંઠી આઠેક પ્રજાતિઓ બચી છે.મારા બ્લોગમાં સિંહ વિષે એક લેખ મુકેલો છે.ભારતમાં તો એક જ છે.જૂનાગઢના નવાબે શિકાર પર પ્રતિબંધ ના મુક્યો હોત તો આજે સિંહ ગીરમાં બચ્યાજ ના હોત.જોકે નવાબ પછી ભાગલા પડ્યા કે પાકિસ્તાન જતા રહ્યા.ખેર સિંહ ને બચાવવ જ જોઈએ.ભારતનું ગૌરવ છે.થોડા મધ્ય પ્રદેશમાં મોકલીને પણ બચાવી લેવા જોઈએ.આભાર.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Information

This entry was posted on ડિસેમ્બર 7, 2010 by in મનની વાત, વાહગુજરાતી.

સંશોધક

Gujarat host IPL narendra modi અમદાવાદ અમીતાભ બચ્ચન આઇપીએલ આતંકવાદ આધુનિક શાસન આર.આર.શેઠ કાઠિયાવાડ કીર્તિ સ્તંભ કોંગ્રેસ કોપીરાઇટ એકટ ક્રિકેટ ગાંધી સાહિત્ય ગિજુભાઇ ગુજરાત ગુજરાતી ચોમાસુ ચોરવાડ જમાઈ જિનાલય જૈન દેરાસર જૈનપુરી ઝવેરચંદ મેઘાણી ડાબેરી પક્ષો દુઘર્ટના નરેન્દ્ર મોદી પાષાણ કળા પ્રતિમા પ્રતિષ્ઠા પ્રવીણ પ્રકાશન પ્રસાર પ્રાદેશિક પક્ષો પ્રિટી ઝિન્ટા ફિનિકસ પંખી બાળસાહિત્ય ભગવતગૌમંડલ ભાંડારકર ઇન્સ્ટિટયુટ મતદાન મતાધિકાર મહાભારત મહાવીર ભગવાન મિચ્છામિ દુક્કડમ મિસ્ત્રી મુદ્રા પ્રકાશન મોદી રમેશ પારેખ રાજકારણી રાજનગર રાષ્ટ્રીય હિત રાહુલ ગાંધી રિવોલ્યુશનરી લોકપરિષદ લોકમત લોકમિલાપ લોકશાહી વરસાદ વાહગુજરાત વાહસમાચાર વિચાર વિદ્વત્તાપૂર્ણ વિષાદ વેવાઈ શિક્ષણ શ્રી શાન્તિસાગર સૂરિજી સખળ ડખળ સત્યના પ્રયોગો સત્યાગ્રહનો ઇતિહાસ સમાચાર2 સહારા સમય સૌરાષ્ટ્ર સ્લમડોગ હઠીસિંહ હૈદરાબાદ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 14 other followers

મુલાકાતીઓ

  • 32,657 hits

તાજેતરની પોસ્ટ્સ

%d bloggers like this: