અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

ખરેખર વાવની રાણી છે ‘રાણીની વાવ’

ઢળતી સાંજના ઊતરતા તડકાનો પશ્વિમી ઉજાસ અને સવારના ઊગતા તાપના પૂર્વીય અજવાસ એમ બંને સમયે ‘રાણીની વાવ’ની આભા જરા જુદી જ લાગતી હતી. ૨૩’ -૫૧’ અક્ષાંસ ઉત્તરે અને ૭૨’-૧૧’ રેખાંશ પૂર્વે સ્થાપિત આ વાવ પાટણની પશ્વિમે-ઉત્તરે લગભગ ૨ કિ.મી.ના અંતરે છે.

પાટણ એટલે કે પ્રાચીન અણહીલવાડ અણહીલપુરના નામે પણ જાણીતું છે. સરસ્વતી નદીના તટે આવેલું અને ગુજરાતના મહેસાણાથી લગભગ ૫૭ કિ.મી. આવેલું આ ઐતિહાસિક શહેર ૬૦૦ વર્ષ પૂર્વે ગુજરાતનું પાટનગર કહેવાતું. લગભગ ૮મી સદીથી ૧૪મી સદી દરમિયાન રાણા ભીમદેવ તેમના પુત્ર કરણદેવ અને પૌત્ર સિદ્ધરાજ જયસિંહના આધિપત્ય સમયે અહીં મંદિર, મસ્જિદ, વાવ, તળાવ અને બીજી કેટલીક સમાધિ જેવા સ્થાપત્યની રચના થઇ, પરંતુ આ બધામાં ‘રાણીની વાવ’ એ સૌથી ભવ્ય અને અદ્ભુત રચના છે.

આ પગથિયાંવાળી વાવનું આખુંય સ્થાપત્ય હિંદુ ધર્મના મંદિરના સ્મારક સમું અનેક દેવ-દેવીઓની મૂર્તિઓથી સમૃદ્ધ છે. પગથિયાં ઊતરતા સામેની પશ્વિમ દિશાની દીવાલ પર સહસ્ત્રફણા નાગની શૈયા પર સૂતેલા વિષ્ણુની કોતરણીવાળો ગોખ આજે પણ એટલો જ જીવંત લાગે છે.

કલા-કારીગરીના ઉત્કૃષ્ટ નમૂના જેવી વાત ત્યારબાદ કેટલાય સમય સુધી જમીનની અંદર જ જાણે કે દટાઇ ગઇ. સમયના થપેડા સાથે સરસ્વતી નદીમાં આવતા પૂર અને સરકારની ઉપેક્ષાના લીધે આ વાવની કૃતિઓને નુકસાન પણ ઘણું પહોંચ્યું.

થોડી જાણકારી- રાણા ભીમદેવની પત્ની રાણી ઉદયમતીએ ૧૧મી સદી દરમિયાન આ વાવની રચના કરાવી.
– આ વાવના સાત માળની રચના અનેક આકર્ષક કોતરણીવાળા સ્તંભના ટેકાથી કરવામાં આવી છે.
– પૂર્વ-પશ્વિમ દિશાસ્થિત આ વાવના પશ્વિમ દિશા તરફ તેનો મુખ્ય ભાગ એટલે કે કૂવો છે તે ૬૪ મીટર લાંબો, ૨૦ મીટર પહોળો અને ૨૭ મીટર ઊંડો છે.
– વાવની દીવાલો પર મહિષાસુરમર્દિની, પાર્વતી અને અલગ અલગ શૈવ પ્રતિમા ઉપરાંત ભિન્ન – ભિન્ન મુદ્રામાં વિષ્ણુની પ્રતિમા, ભૈરવ, ગણેશ, સૂર્ય, કુબેર, લક્ષ્મીનારાયણ, અષ્ટદિકપાલ જેવી નારી પ્રતિમાઓનાં પણ અનેક મુદ્રામાં આલેખન છે.
– વાવના તમામ સ્તંભ તેની કુંભીથી થાંભલાના મુખ્ય ભાગે પણ જટિલ કહેવાય તેથી કોતરણીથી સુશોભિત છે

Advertisements

One comment on “ખરેખર વાવની રાણી છે ‘રાણીની વાવ’

  1. Maheta Mahesh
    ઓક્ટોબર 23, 2011

    gujaratni any vav vishe pn jruri snsodhnni jruu chhe

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Information

This entry was posted on ઓગસ્ટ 7, 2011 by in વાહબ્લોગ.

સંશોધક

Gujarat host IPL narendra modi અમદાવાદ અમીતાભ બચ્ચન આઇપીએલ આતંકવાદ આધુનિક શાસન આર.આર.શેઠ કાઠિયાવાડ કીર્તિ સ્તંભ કોંગ્રેસ કોપીરાઇટ એકટ ક્રિકેટ ગાંધી સાહિત્ય ગિજુભાઇ ગુજરાત ગુજરાતી ચોમાસુ ચોરવાડ જમાઈ જિનાલય જૈન દેરાસર જૈનપુરી ઝવેરચંદ મેઘાણી ડાબેરી પક્ષો દુઘર્ટના નરેન્દ્ર મોદી પાષાણ કળા પ્રતિમા પ્રતિષ્ઠા પ્રવીણ પ્રકાશન પ્રસાર પ્રાદેશિક પક્ષો પ્રિટી ઝિન્ટા ફિનિકસ પંખી બાળસાહિત્ય ભગવતગૌમંડલ ભાંડારકર ઇન્સ્ટિટયુટ મતદાન મતાધિકાર મહાભારત મહાવીર ભગવાન મિચ્છામિ દુક્કડમ મિસ્ત્રી મુદ્રા પ્રકાશન મોદી રમેશ પારેખ રાજકારણી રાજનગર રાષ્ટ્રીય હિત રાહુલ ગાંધી રિવોલ્યુશનરી લોકપરિષદ લોકમત લોકમિલાપ લોકશાહી વરસાદ વાહગુજરાત વાહસમાચાર વિચાર વિદ્વત્તાપૂર્ણ વિષાદ વેવાઈ શિક્ષણ શ્રી શાન્તિસાગર સૂરિજી સખળ ડખળ સત્યના પ્રયોગો સત્યાગ્રહનો ઇતિહાસ સમાચાર2 સહારા સમય સૌરાષ્ટ્ર સ્લમડોગ હઠીસિંહ હૈદરાબાદ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 14 other followers

મુલાકાતીઓ

  • 32,395 hits

તાજેતરની પોસ્ટ્સ

%d bloggers like this: