અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

બેઠક રૂમ

બેઠક રૂમ ઉત્તર પશ્ચિમ, દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. આ મિત્રો અને મહેમાનોથી સારા સંબંધ બનાવી રાખવામાં મદદ આપે છે. પરંપરાગત બેઠક રૂમ હોવાની સ્થિતિમાં પૂરા રૂમમાં ગાદલા પર સફેદ ચાદર પાથરવી જોઈએ અને ગોળ ઓશિકા દક્ષિણ અને પશ્ચિમ દિવાલથી અડાડીને રાખવા જોઈએ.

આધુનિક બેઠક રૂમમાં ફર્નિચરને દક્ષિણ તથા પશ્ચિમ દિશામાં રાખવું જ ઠીક રહે છે. બેઠક રૂમની ઉત્તર તથા પૂર્વ દિશા જ્યાં સુધી સંભવ થઈ શકે ખાલી જ રાખવી જોઈએ. બેઠક રૂમમાં પૂરા રૂમને બદલે રૂમની વચ્ચેની જગ્યા ખાલી રહેવી જોઈએ.

બેઠક રૂમનો પ્રવેશ દ્વાર ઘરનાં મુખ્ય દ્વારની તુલનામાં નાનો હોવો જોઈએ.બેઠક રૂમનાં વીજળીનાં તારોનું જંક્શન મુખ્ય સ્વિચની સાથે દક્ષિણ-પૂર્વ ખૂણામાં હોવો જોઈએ.

પોટ્રેટ્સ તથા પેંટિંગ્સ ઉત્તર-પૂર્વ દિશાવાળી દિવાલ પર લગાવવી જોઈએ.રડતી છોકરીનું પોસ્ટર, યુધ્ધનું દૃશ્ય, ક્રોધિત વ્યક્તિ, કાગડા, ઘુવડ, બાજની છબી ન લગાવવી જોઈએ, કારણ કે આ શુભ માનવામાં આવતા નથી. બેઠક રૂમમાં તીણા ખૂણાવાળું ટેબલ ન રાખવું જોઈએ, કારણ કે આ વિવાદો અને મતભેદોને જન્મ આપી શકે છે.

તિજોરી ક્યારે પણ બેઠક રૂમમાં ન હોવી જોઈએ, કારણ કે એવું કરવાથી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે. બેઠક રૂમની બારીઓ દરવાજાની વિપરીત હોવી જોઈએ, જેથી સકારાત્મક અને નકારાત્મક ચક્ર પૂરા થઈ જાય.આ કુટુંબની માટે ઉન્નતિકારક હશે. બેઠક રૂમમાં ફર્નિચર દરવાજાની તરફ રાખેલું ન હોવું જોઈએ, કારણ કે આ અણધાર્યાં મતભેદોને જન્મ આપી શકે છે.

ઉત્તર-પૂર્વ તરફ રાખેલું એક્વેરીયમ, જેમાં એક ગોલ્ડ ફિશ હોય સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રદાન કરવામાં મદદરૂપ સિદ્ધ થાય છે. પાળેલા જાનવર વિશેષ કરીને કૂતરાને બેઠક રૂમનાં ફર્નિચર પર ન બેસવા દેવા જોઈએ, કારણ કે એનાથી રૂમનો ચુંબકીય પ્રવાહ અસંતુલિત થઈ શકે છે.

Information

This entry was posted on ફેબ્રુવારી 4, 2007 by in વાહવાસ્તુશાસ્ત્ર.

સંશોધક

Gujarat host IPL narendra modi અમદાવાદ અમીતાભ બચ્ચન આઇપીએલ આતંકવાદ આધુનિક શાસન આર.આર.શેઠ કાઠિયાવાડ કીર્તિ સ્તંભ કોંગ્રેસ કોપીરાઇટ એકટ ક્રિકેટ ગાંધી સાહિત્ય ગિજુભાઇ ગુજરાત ગુજરાતી ચોમાસુ ચોરવાડ જમાઈ જિનાલય જૈન દેરાસર જૈનપુરી ઝવેરચંદ મેઘાણી ડાબેરી પક્ષો દુઘર્ટના નરેન્દ્ર મોદી પાષાણ કળા પ્રતિમા પ્રતિષ્ઠા પ્રવીણ પ્રકાશન પ્રસાર પ્રાદેશિક પક્ષો પ્રિટી ઝિન્ટા ફિનિકસ પંખી બાળસાહિત્ય ભગવતગૌમંડલ ભાંડારકર ઇન્સ્ટિટયુટ મતદાન મતાધિકાર મહાભારત મહાવીર ભગવાન મિચ્છામિ દુક્કડમ મિસ્ત્રી મુદ્રા પ્રકાશન મોદી રમેશ પારેખ રાજકારણી રાજનગર રાષ્ટ્રીય હિત રાહુલ ગાંધી રિવોલ્યુશનરી લોકપરિષદ લોકમત લોકમિલાપ લોકશાહી વરસાદ વાહગુજરાત વાહસમાચાર વિચાર વિદ્વત્તાપૂર્ણ વિષાદ વેવાઈ શિક્ષણ શ્રી શાન્તિસાગર સૂરિજી સખળ ડખળ સત્યના પ્રયોગો સત્યાગ્રહનો ઇતિહાસ સમાચાર2 સહારા સમય સૌરાષ્ટ્ર સ્લમડોગ હઠીસિંહ હૈદરાબાદ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 14 other subscribers

મુલાકાતીઓ

  • 33,998 hits

તાજેતરની પોસ્ટ્સ